Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ભારતને તેની સ્વતંત્ર અને મજબૂત લોકતાંત્રિક સંસ્થાઓ પર ગર્વ છે :કોઈપણ પ્રકારના અયોગ્ય બાહ્ય પ્રભાવથી બચાવવા માટે પ્રતિબદ્ધ

કેજરીવાલની ધરપકડ પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની ટિપ્પણીઓને 'અયોગ્ય' ગણાવતા વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

નવી દિલ્હી :દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની ટિપ્પણીઓને 'અયોગ્ય' ગણાવતા, ભારતે ગુરુવારે કહ્યું કે તેને તેની સ્વતંત્ર અને મજબૂત લોકતાંત્રિક સંસ્થાઓ પર ગર્વ છે અને તે કોઈપણ પ્રકારના બિનજરૂરી બાહ્ય પ્રભાવથી તેમને બચાવવા માટે પ્રતિબદ્ધ છે.

  ભારતીય વિદેશ વિભાગના પ્રવક્તા રણધીર જયસ્વાલે જ્યારે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ધરપકડ પર વોશિંગ્ટનની ટિપ્પણી પર નવી દિલ્હીના વલણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે આ પ્રતિક્રિયા વ્યક્ત કરી. તેમણે કહ્યું, "ભારતે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ગઈકાલે અમેરિકી દૂતાવાસના વરિષ્ઠ અધિકારીઓને સખત વાંધો અને વિરોધ નોંધાવ્યો હતો.

  પ્રવક્તાએ કહ્યું કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું નિવેદન 'અયોગ્ય' છે. તેમણે કહ્યું કે દેશની ચૂંટણી અને કાયદાકીય પ્રક્રિયા પર આ પ્રકારનો બહારનો પ્રભાવ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું, “ભારતને તેની સ્વતંત્ર અને મજબૂત લોકતાંત્રિક સંસ્થાઓ પર ગર્વ છે. અમે તેમને કોઈપણ પ્રકારના અયોગ્ય બાહ્ય પ્રભાવથી બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

   
(8:35 pm IST)