Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મુખ્તાર અંસારીના ઘરની બહાર સમર્થકો ટોળા ઉમટયા :યુપીના તમામ જિલ્લામાં કલમ 144

મેડિકલ કોલેજમાં બાંદાના 17 પોલીસ સ્ટેશનની ફોર્સ તૈનાત :બાંદા જેલની સુરક્ષા વધારાઈ :બાંદા જિલ્લા, મૌ અને ગાઝીપુરમાં અર્ધલશ્કરી દળ અને પીએસીને પણ તૈનાત

બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું ગુરુવારે રાત્રે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. જેલમાં હાર્ટ એટેક આવ્યા બાદ મુખ્તાર અંસારીને ઉતાવળે રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન મુખ્તાર અન્સારીનું મોત થયું હતું

   બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીનું મોડી રાત્રે બાંદા મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જેલમાં તેની તબિયત બગડતાં તેને અહીં લાવવામાં આવ્યો હતો. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર મુખ્તારને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી, તેમને પહેલા આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા અને જ્યારે તેમની હાલત સતત બગડતી ગઈ તો તેમને સીસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન મુખ્તાર અન્સારીનું મોત થયું હતું

  . મુખ્તાર અંસારીના મોત બાદ બાંદા, મૌ અને ગાઝીપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ડીજીપી હેડક્વાર્ટર દ્વારા સતત તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. મેડિકલ કોલેજમાં બાંદાના 17 પોલીસ સ્ટેશનની ફોર્સ તૈનાત કરવામાં આવી છે. યુપીના તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે

ગુરુવારે મોડી સાંજે મુખ્તાર અંસારીને હાર્ટ એટેક આવ્યો હતો. તેને તાત્કાલિક મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં નવ ડોક્ટરોની ટીમે મુખ્તારની સારવાર કરી, પરંતુ તેને બચાવી શકાયો નહીં. મુખ્તારનો પરિવાર પણ ગાઝીપુરથી બાંદા માટે રવાના થઈ ગયો હતો. બાંદા મેડિકલ કોલેજમાં ડીએમ એસપી પણ હાજર છે. બાંદા જેલની સુરક્ષા વધારવાની સાથે બાંદા જિલ્લા, મૌ અને ગાઝીપુરમાં અર્ધલશ્કરી દળ અને પીએસીને પણ તૈનાત કરવામાં આવ્યા છે

(11:47 pm IST)