Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ખેતીવાડી નિષ્ણાતે ટીવી ચેનલની ચર્ચામાં અભિપ્રાય આપ્યો

૭૦ વર્ષથી ખેડૂતો લુંટાતા રહ્યાઃ ત્યારે આ બધા કયાં હતા? જે વચેટિયાની દુકાનો બંધ થઇ રહી છે એ બૂમાબૂમ કરે છે

નવી દિલ્હી, તા.૨૮: છેલ્લાં ૭૦ વર્ષથી ખેડૂતો લૂંટાતા રહ્યા છે. આજે આંદોલન કરનારા લોકો ત્યારે કયાં હતા એવો અણિયાળો સવાલ એક કૃષિ નિષ્ણાતે કર્યો હતો.

પંજાબ, હરિયાણા વગેરે રાજયોમાં થઇ રહેલા હિંસક દેખાવો વિશે એક ટીવી ચેનલે યોજેલી ચર્ચામાં બોલતાં આ કૃષિ નિષ્ણાતે એવો અભિપ્રાય વ્યકત કર્યો હતો કે જે વચેટિયાઓની દુકાન બંધ થઇ રહી છે એ લોકો આજે ખેડૂતોના નામે બૂમરાણ મચાવી રહ્યા હતા. એમને ખેતીવાડી સાથે કશી લેવા દેવા નથી.

કેન્દ્ર સરકારે તાજેતરમાં ત્રણ નવા કૃષિ કાયદા દ્ય઼ડ્યા હતા. વિરોધ પક્ષોનો એવો આક્ષેપ છે કે આ કાયદા મોટા ઉદ્યોગપતિઓના લાભાર્થે દ્યડવામાં આવ્યા હતા. આ કાયદાથી ખેડૂતો લૂંટાતા રહેશે. એ વિશેની ટીવી ચેનલની ચર્ચમાં સહભાગી થતાં આ કૃષિ નિષ્ણાતે એવો સવાલ કર્યો હતો કે છેલ્લાં ૭૦ વર્ષથી ખેડૂતો લૂંટાતા રહ્યા હતા ત્યારે આ બધા કયાં હતા. હવે જયારે તેમની દુકાનોને તાળાં દેવાઇ રહ્યાં હતાં ત્યારે એ લોકો કાગારોળ મચાવી રહ્યા હતા.

પંજાબના આ કૃષિ નિષ્ણાત વિજય સરદાનાએ દાખલા દલીલ સહિત પોતાની વાત સમજાવી હતી. તેમણે કહ્યું, 'તમે પચાસ રૂપિયાનું શાક ખરીદો છો ત્યારે ખેડૂતને તો માત્ર પાંચ રૂપિયા મળે છે. બાકીના પૈસા વચેટિયા અને દુકાનદાર ખાઇ જાય છે. આવું છેલ્લાં ૭૦ વર્ષથી થતું આવ્યું છે. અત્યાર સુધી આ બધા કયાં હતા. કેમ ખેડૂતોનાં હિત માટે લડવા બહાર નહોતા આવતા. હવે સરકારે એવો કાયદો દ્યડ્યો છે કે ખેડૂતને બજારમાં (મંડીમાં) પોતાના માલની પૂરી કિંમત ન મળે તો એ બહાર વેચી શકે છે. એમાં ખોટું શું છે અને કયાં છે એ તો સમજાવો.'

વિજય સરદાનાની આ વાત સાંભળીને કોંગ્રેસી સભ્ય અભય દૂબે ભડકી ગયા હતા. તેમણે કહ્યું કે સૌથી ખરાબ સ્થિતિ બિહારના ખેડૂતોની છે જયાં ભાજપ અને એનડીએનું શાસન છે. તરત વિજય સરદાનાએ કહ્યું કે બિહારના ખેડૂતો પરેશાન છે તો પંજાબ અને હરિયાણામાં દેખાવો કેમ થઇ રહ્યા છે. બિહારમાં કેમ દેખાવો નથી થતા.

(3:24 pm IST)