Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ઇન્કમટેક્ષ કરમુકત મર્યાદાની નજીક પહોંચી ગયેલા કરદાતાએ તેમની આવક રૂ.પ લાખથી વધુ ન જાય તે માટે ચુસ્ત પ્લાનીંગ કરવુ પડશે

- હિસાબી વર્ષ ર૦૧૯-'ર૦ ને પુરૂ થવામાં હવે ફકત બે મહીના જ બાકી છે. તે દરમિયાન તમામ કરદાતાઓને આવકવેરાની કલમ ૮૭/એ નીચે મળતી આવક વેરા છૂટ-રીબેટ ર,પ૦૦ રૂપિયા બચાવવા માટે પ્રયત્નશીલ હોય છે.

-  છેલ્લા બજેટમાં નાણામંત્રીશ્રી પિયુષ   ગોયેલએ મધ્યમ વર્ગનાં કરદાતાઓની મર્યાદા રૂ. ર,પ૦,૦૦૦ થી વધારી સીધી રૂ. પ,૦૦,૦૦૦ કરીને કરદાતાઓને ખુશ કરી દીધા. પરંતુ તેમાં એવી પણ શરત રાખી કે જો પ,૦૦,૦૦૦ રૂપિયાથી વધુ કરને પાત્ર આવક થાય તો ૩,પ૦,૦૦૦ રૂપિયા ઉપર મળતી કલમ ૮૭/એ નીચેની આવકવેરા રીબેટ ર,પ૦૦ રૂપિયા પણ ચાલ્યુ જાય જેથી જો કરમુકત મર્યાદા રૂ. પ,૦૦,૦૦૦ ઉપર થોડી પણ થાય તો કરદાતાઓએ રીબેટ ર,પ૦૦ રૂપિયા જતું કરવું પડે. અને તેનાં ઉપર ટેક્ષ ભરવો પડશે.

- આમ, મોટા ભાગનાં કરદાતાઓ રોકાણ કરી તેમજ આવકવેરાનાં કાયદા મુજબ જે કાંઇ સવલત મળતી હોય તે બાદ કરીને ચોખ્ખી કરપાત્ર આવક રૂ. પ,૦૦,૦૦૦ નીચે કરવા માટે પ્રયત્નો કરે છે. જેથી, આવકવેરા રીર્ટન ભરે પણ ઇન્કમટેક્ષ ન ભરવો પડે તેવું આયોજન કરવું જરૂરી છે.

- સામાન્ય વર્ગનાં કરદાતા તેમજ નોકરીયાત કરદાતાઓને શું શું બાદ મળે તે જોઇએ....?

નોકરીયાત સિવાયનાં સામાન્ય કરદાતા માટે :-

              રૂપિયા

(૧) કરમુકત મર્યાદા  પ,૦૦,૦૦૦      ગ્રોસ આવકમાંથી બાદને પાત્ર

(ર) ૮૦-સી. નીચે રોકાણ      ૧,પ૦,૦૦૦

(૩) ૮૦-સીસીડી નેશનલ પેન્શન ટેક્ષમાં રોકાણ પ૦,૦૦૦

(૪) વાર્ષિક મેડીકલ ચેકઅપ માટે કરેલ ખર્ચ    પ,૦૦૦

(પ) બચત ખાતાની વ્યાજ મર્યાદા     ૧૦,૦૦૦ (વરીષ્ઠ નાગરીકો માટે પ૦,૦૦૦ રૂપિયા સુધી.)

(૬) દરેક બાળક દીઠ રૂ. ૧ર૦૦        ર,૪૦૦(વધુમાં વધુ બે બાળકો સુધી)

(૭) મેડીકલેઇમ પ્રીમીયમ     ર,પ૦,૦૦૦

     (કુટુંબ - વરીષ્ઠ માતા-પિતાનાં મેડીકલેઇમ

   પ્રીમીયમ રૂ. પ,૦૦,૦૦૦ સુધી બાદ મળશે.)

(૮) ઘર માટેની હાઉસીંગ લોનની વ્યાજ મર્યાદા        ર,પ૦,૦૦૦

(૯) બાળકોનાં ઉચ્ચ અભ્યાસ માટે બેન્કમાં ચુકવેલ વ્યાજ ૧૦૦% બાદ મળે છે.

- આમ, નોકરીયાત સિવાયનાં સામાન્ય કરદાતાઓ માટે ઉપરોકત રકમ તેમની કુલ આવકમાંથી બાદ થઇને ચોખ્ખી કરપાત્ર રકમ રૂ. પ,૦૦,૦૦૦ કરે તો તેઓને કર ન આવે.

ઇન્કમ ટેક્ષનાં કાયદો કરદાતાઓને ઘણી રાહત આપે છે, જો કરદાતાએ ખરેખર કરેલ તબીબી ખર્ચા વગેરે બાદ માંગે તો સરકાર તરફથી અનેક રાહતો પણ આપી છે

(ર) જયારે નોકરી કરતા કરદાતાઓ માટે શું શું બાદ મળી શકે.

(૧) વ્યવસાય વેરો   ર,૪૦૦  રૂ.

(ર) સ્ટાન્ડર્ડ ડીડકશન પ૦,૦૦૦  રૂ.

(૩) કલમ ૮૦-સી નીચે       ૧,પ૦,૦૦૦ રૂ.

(પ્રોવીડન્ટ ફંડ, એલઆઇસી પ્રીમીયમ, મ્યુચ્યુઅલ ફંડ ટેક્ષ સેવીંગ સ્કીમ કે હાઉસીંગ લોન હપ્તાની રકમ તેમજ ફલેટ, મકાન રજીસ્ટ્રેશન ખર્ચ)

(૪) કલમ ૮૦ સીસીડી નીચે નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ સુધી      ૫૦,૦૦૦ રૂપિયા

(૫) બે બાળકોના અભ્યાસ માટે (એક બાળકદીઠ ૧,૨૦૦ રૂપિયા)         ૨,૪૦૦ રૂપિયા

(૬) બેન્ક વચત ખાતા વ્યાજની મર્યાદા        ૧૦,૦૦૦ રૂપિયા

(૭) હાઉસીંગ લોન વ્યાજ સુધી (નવું મકાન જે તા.૧-૪-૨૦૧૯ પછી લીધું હોય તો ૩,૦૦,૦૦૦ રૂપિયા સુધી)    ૨,૫૦,૦૦૦

(૮) બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે ચૂકવેલ વ્યાજ પણ ૧૦૦ ટકા બાદ મળે છે

- આ ઉપરાંત કર્મચારીઓને જો તેનાં માલીક તરફથી નીચે મુજબનું એલાઉન્સ આપતા હોય તો તે પણ બાદ મળી શકે.

(૧) હાઉસીંગ રેન્ટ (શરતોને આધિન)

(૨) ઓફીસનાં કામ માટે અપાતું પેટ્રોલ અલાઉન્સ

(૩) માલીક તરફથી દરેક ભોજનદીઠ રૂ.૫૦નો પાસ

(૪) માલીક દ્વારા કર્મચારીને તાલીમ માટે ચૂકવેલ મુસાફરી ખર્ચ, રહેવા-જમવા ખર્ચ, તથા તમામ પરચુરણ ખર્ચ

(૧) આ ઉપરાંત કોઇ પણ સીનીયર સીટીઝન (૬૦ વર્ષ ઉપરના) તેમને મેડીકલ વિમો મળતો ન હોય તેવા સંજોગોમાં તેમનો નીયમિત તથા આકસ્મીક તબીબી ખર્ચ માટે રૂ.૫૦,૦૦૦ મેડીકલ ખર્ચ બાદ લઇ શકે છે. આ માટે જરૂરી દવાના ખર્ચના બીલો રાખવા જરૂરી છે.

(૨) કલમ ૮૦ ડીડી હેઠળઃ  શારિરીક તથા માનસીક રીતે અશકત એવા આશ્રીતોની (પોતાનાં કરેલા ખર્ચ અંગે ૭૫,૦૦૦ રૂપિયા થી ૧,૨૫,૦૦૦ સુધી વ્યકતીગત કે HUFની આવકમાંથી શરતોને આધિન કરને પાત્ર આવકમાંથી બાદ મળશે.

(૩) કલમ ૮૦ ડીડીબી હેઠળ : કરદાતાના આશ્રીત વ્યકિત જેમાં પતી/પત્ની બાળકો માતા-પિતા તેમજ ભાઇ-બહેન તેમજ HUFના મેમ્બરને ગંભીર રોગ થવા કે માનસીક રોગ, ડીમેન્સિયા મોટનન્યુશેન, અટેક્ષિયા, કોરીયા, હેમિબાલિસ્મન એદ્રેશિયા તેમજ પાર્કિન્સન્સ રોગ મેલીગન્ટ કેન્સર, એઇડસ ક્રોનિક રીનલ ફેલ્ચર તથા હીમોફિલીંયા તથા થેલેસીમીયા તેવાં ગંભીર રોગ હોય તો સરકાર માન્ય કે નિષ્ણાંત ડોકટરનું સર્ટીફીકેટ મેળવી ૧,૦૦,૦૦૦ રૂપિયા સુધી તબીબી સારવાર ખર્ચ નિષ્ણાંત ડોકટરનું સર્ટીફીકેટ મેળવી ૧,૦૦,૦૦૦ રૂપિયા સુધી તબીબી સારવાર ખર્ચ બાદ લઇ શકે છે આ અંગે તબીબી ખર્ચ તથા દવાના બીલો રાખવા જરૂરી છે.

(૪) કલમ ૮૦ ઇઃ- કરદાતાના બાળકોના ભારતમાં કે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોનનું વ્યાજ માતા-પિતા જેમની આવક વધુ હોય તે તમામ વ્યાજ ૧૦૦ ટકા બાદ લઇ શકે છે.

(૫) કલમ ૮૦જીઃ- કોઇ પણ શૈક્ષણીક મેડીકલ કે સાર્વજનીક સંસ્થા કે ટ્રસ્ટ જેને ૮૦જીની માન્યતા હોય તેમને ગ્રોસ આવકના ૧૦ ટકા સુધી ચેક,ડ્રાફટ,આરટીજીએસથી દાન આપી શકે છે. તેવાં દાનની રકમનાં ૧૦ ટકા સુધી આવકમાંથી બાદ મળી શકે છે.

ટુંકમાં આવકવેરાનું રીર્ટન ભરતાં પહેલા ઉપરોકત બાદને પાત્ર હોય તેવી કલમોનો ખરેખર કરેલ ખર્ચ બાદ માંગી શકાય આ અંગે નિષ્ણાંત ચાર્ટડ-એકાઉન્ટ  સલાહકારની સલાહ મુજબ રીર્ટન ભરવું ખાસ જરૂરી છે. વધુ સલાહ માટે રૂબરૂ સંપૂર્ણ વિગતો સાથે સલાહ માટે મળશેા.

આલેખન :-

નીતિન કામદાર એન્ડ કું.

ચાર્ટડ એકાઉન્ટન્ટસ

૭/૯ પંચનાથ પ્લોટ, રાજકોટ

મો. ૯૮રપર ૧૭૮૪૮

(4:04 pm IST)