Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

લોક રક્ષક જવાન અને ટ્રાફિક બ્રીગેડની કામગીરી અંગે એડવોકેટ ગોપાલ ત્રિવેદીની કમિશ્નરને રજુઆત

આઇ-વે કેમેરાનો હેતું ટ્રાફિક સમસ્યા સર્જાઇ નહિં તે માટે છેઃ તેના બદલે લોકોને દંડ કરીને પ્રજાને હેરાન કરાય છે

રાજકોટ તા. પઃ (૧) રાજકોટ શહેરમાં વર્ષોથી ટ્રાફીકની સમસ્યા છે. તેમજ રાજકોટ શહેરની વસ્તી આ. ર૦ લાખથી વધારે છે તે પ્રમાણે શહેરી વિસ્તારની હદમાં રહેણાંકના મકાનો, સોસાયટી, સંખ્યા વધુ થવા પામેલ છે અને વાહનોની સંખ્યા પણ આ. ૧૧ લાખ સુધી પહોંચેલ છે આજના સમયમાં હાલ ટ્રાફીક પોલીસનું સ્ટ્રેન્થ આ. રપ૦ થી વધુ છે. જયારે આટલી વસ્તી સામે આ નવા આવેલ ટ્રાફીક પોલીસ ટ્રાફીક નિયમન તથા સુચારૂ ટ્રાફીક વ્યવસ્થા માટે તેમ છતાં પહોંચી શકતા નથી પહેલા ટ્રાફીક પોલીસ ૧ માસ સતત પોઇન્ટ પર ફરજ બજાવતા હતા તે પધ્ધતિ સારી હતી પણ હમણા દર ૧ અઠવાડીયે પોઇન્ટ ફેરવી નાખે છે. જેના કારણે નવા પોઇન્ટ ઉપર સેટ થઇ ટ્રાફીક વ્યવસ્થા કરવા માટે સક્ષમ અથવા ભૌગોલીક પરિસ્થિતિ સમજે ત્યાં પોઇન્ટ બદલાઇ જાય છે તે પ્રથા યોગ્ય નથી.

(ર) રાજકોટ શહેરમાં આઇ વે કેમેરાનો હેતુ ટ્રાફીકની સમસ્યાનો ન સર્જાય તે માટે મુકવામાં આવેલ છે. નહીં કે દંડ કરવા તથા આપના ટ્રાફીક પોલીસની કામગીરી વધે છે અને હાલ નવા ટ્રાફીક બ્રીગેડના સભ્યો તથા લોકરક્ષક જમાદારની કામગીરી તદ્દન નબળી હોય તેવું જણાય છે. અને આ નવા સભ્યો ટ્રાફીક સમસ્યાનો નીકાલ કરવાના બદલે રોડના ખુણામાં ઉભા ઉભા તથા બેઠા બેઠા મોબાઇલમાં ગેમ રમવા અથવા વાત કરવામાં આખો દિવસ વ્યસ્ત હોય છે અને માત્ર પ્રજાને હેરાન કરવા જ કામગીરી થઇ રહી છે.

(૩) એડવોકેટ ગોપાલ ત્રિવેદીએ જણાવેલ છે કે, આવા નિષ્ક્રીય કર્મચારીઓને દુર કરવા જોઇએ તેવી અમોની માગણી છે. તથા ઘણા ટ્રાફીક બ્રિગ્રેડના જુના સભ્યો સારી રીતે ફરજ બજાવતા હોય છે અને જે કામગીરી સારી કરતા ન હોય તેઓને ઉપર કડક મોનેટેરીંગ કરી કામ કરાવવા માટે અધીકારીની જવાબદારી નકકી કરવી જોઇએ અને આ ટ્રાફીક શાખામાં બદલી થઇ અને આવવા ઇચ્છા ધરાવતા જુના પોલીસ જમાદારની ખોટ સાલવે છે. અને જેઓ અનુભવી હોય અને તેઓનું કડક વલણના કારણે ટ્રાફીક મેઇન્ટેનસ કરવાની આવડત હોય તેવા લોકોને ફરી આ શાખામાં મુકવા નમ્ર અનુરોધ છે. તેમજ સીવીલ હોસ્પીટલ ચોક તથા કોર્ટ પાસેની સમસ્યા દુર કરવા તથા યોગ્ય પગલા ભરવા વિનંતી છે. તેમ પત્ર પાઠવીને રાજકોટ પોલીસ કમિશ્નરશ્રીને એડવોકેટ ગોપાલભાઇ ત્રિવેદીએ જણાવેલ છે.

(2:49 pm IST)