Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

જેઇઇ એડવાન્સમાં કિષ્ના સ્કૂલના છાત્રો ઝળકયા : માર્ગવ રાજકોટ પ્રથમ

રાજકોટ : જેઇઇ એડવાન્સ-૨૦૨૦ રિઝલ્ટમાં ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના માર્ગવ સવસાની ઓલ ઇન્ડિયા રેન્ક ૧૩૮ સાથે રાજકોટ સીબીએસઇ સ્ટુડન્ટસમાં પ્રથમ નંબર પર આવેલ છે. યતિન્દ્ર ઇંદોરિયા ઓલ ઇન્ડીયા રેન્ક ૪૨૯, દક્ષ કોચર ઓલ ઇન્ડીયા રેન્ક ૧૯૦૩, મિતિકા ભાડદા ઓલ ઇન્ડીયા રેન્ક ૨૩૭૦, કપુરિયા મોહિલ ઓલ ઇન્ડીયા રેન્ક ૪૧૦૭, આર્ય બાવીશી ઓલ ઇન્ડીયા રેન્ક ૫૧૦૮, પ્રયાગ દેસાઇ ઓલ ઇન્ડીયા રેન્ક ૫૮૨૯,  હેતવી પટેલ ઓલ ઇન્ડીયા રેન્ક ૬૬૦૫, ધ્યેય રાજ્યગુરૂ ઓલ ઇન્ડીયા રેન્ક ૧૦૦૦૯ સાથે સફળતા પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે બધા વિદ્યર્થીઓ ભારતની ટોપ કોલેજ આઇટીઆઇમાં એડમિશન માટે કવોલિફાઇડ થયેલ છે. આ તબક્કે શાળાના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ગજેરા અને શ્રીમતી  તૃપ્તિબેન ગજેરાએ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને શુભેચ્છા પાઠવી હતી.

(3:39 pm IST)