Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સન્ની સુધરતો જ નથી...સ્પાની આડમાં લોહીનો વેપલોઃ મહિનામાં બીજીવાર પકડાયો

ક્રાઇમ બ્રાંચે જલારામ પ્લોટ ગુરૂકૃપા કોમ્પલેક્ષના બીજા માળે હવેન ડ્રીમ વેલનેસ સ્પામાં દરોડો પાડ્યોઃ દિલ્હીની બે યુવતિ પાસે દેહના સોદા કરાવતો હતો : ગ્રાહક પાસેથી ૩ હજાર લઇ તેમાંથી બે હજાર પોતે રાખી લેતો'તો

રાજકોટ તા. ૮: યુનિવર્સિટી રોડ પર જલારામપ્લોટમાં ગુરૂકૃપા કોમ્પલેક્ષના બીજા માળે આવેલા હેવન ડ્રીમ વેલનેસ સ્પામાં સ્પાની આડમાં લોહીનો વેપલો ચાલી રહ્યાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી સંચાલક સન્ની છોટાલાલ ભોજાણી (ઉ.વ.૨૮-રહે. પેડક રોડ, રણછોડનગર-૨૨)ને દિલ્હીની બે યુવતિ પાસે લોહીનો વેપલો કરાવતાં પકડી લીધો હતો.

ડીસીબી પોલીસ મથકમાં આ અંગે સન્ની વિરૂધ્ધ ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના કહેવા મુજબ બરાબર એક મહિના પહેલા તા. ૮/૯ના રોજ પણ સન્ની સામા કાંઠે આ રીતે સ્પાની આડમાં લોહીનો વેપલો કરાવતાં પકડાયો હતો. એ ગુનામાં છુટ્યા પછી પણ સુધર્યો નહોતો અને ફરીથી આવા ગોરખધંધા ચાલુ કરી દીધા હતાં.

તેણે હવેન ડ્રીમ વેલનેસ સ્પામાં વેશ્યાવૃતિ કરાવવાનું ચાલુ કર્યાની બાતમી મહિલા કોન્સ. મિતાલીબેન ઠાકરને મળતાં ડમી ગ્રાહક મોકલી પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા સહિતની ટીમે દરોડો પાડતાં સન્ની પોતે તથા બે મહિલા મળી આવી હતી. આ મહિલા દિલ્હીની હોવાનું તેણીએ કહ્યું હતું અને પોતાને સન્નીએ અહિ રાખી ગ્રાહકો પાસે શરીર સંબંધ બંધાવી તેની પાસેથી વધુ નાણા લઇ પોતાને ઓછા આપતો હોવાનું કહેતાં બંને મહિલાને સાહેદ બનાવી સન્ની સામે ગુનો નોંધાયો હતો. તે ગ્રાહકો પાસેથી ત્રણ હજાર લઇ બે હજાર પોતે રાખતો અને લલનાને એક હજાર આપતો હતો.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની સુચના મુજબ પીઆઇ વી. કે.ગઢવી, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, સુભાષભાઇ ઘોઘારી, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. શકિતસિંહ ગોહિલ અને મિતાલીબેન ઠાકરએ આ કામગીરી કરી હતી.

(12:00 pm IST)