Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

લોહાનગરના કમલેશ પર મેટોડામાં હિતેષ અને કાળુએ ઘુસ્તાવી નાંખ્યો

ઝઘડો કરતાં શખ્સોને છોડાવવા જતાં ધોલધપાટ

રાજકોટ તા. ૮: લોહાનગરમાં રહેતાં અને ભંગારની ફેરી કરતાં કમલેશ વલ્લભભાઇ રાઠોડ (દેવીપૂજક) (ઉ.વ.૨૦) પર મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩ પાસે હિતેષ તથા કાળુ અને અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઘુસ્તા-પાટાનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં લોધીકા પોલીસને જાણ કરાઇ હતી. કમલેશના કહેવા મુજબ પોતે ભંગાર ભરવા ગયો ત્યારે હિતેષ સહિતના ઝઘડો કરતાં હોઇ પોતે વચ્ચે પડતાં પોતાને ધોલધપાટ કરવામાં આવી હતી.

(12:43 pm IST)