Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

હદ થઇ ગઇ...બર્થડે ઉજવવા વિમલનગરમાં રોડ પર દારૂની મહેફીલ માંડીઃ ૮ પકડાયા

યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી બર્થડે આસિફ બેલીમ તથા તેના મિત્રો મહિપાલસિંહ, પરમ, હાર્દિકસિંહ, હિરેન, ધર્મરાજસિંહ, નદિમ, પ્રિયેશ ઉર્ફ આશિષ ઉર્ફ બેટરીને 'લોકઅપ' બતાવી

રાજકોટ તા. ૮: બર્થડેની ઉજવણી કરાય, એમાં વાંધો નહિ...પણ રોડ પર ભેગા થઇ દારૂ ઢીંચીએ તો વાંધો પડે જ. યુનિવર્સિટી પોલીસે વિમલનગર રોડ પર આવી એક મહેફિલમાં દરોડો પાડી બર્થડે બોય સહિત ૮ને જાહેરમાં દારૂ ઢીંચી જન્મદિવસની ઉજવણી કરતાં પકડી લઇ તમામને લોકઅપની હવા ખવડાવી હતી.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ.એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ડી.વી. બાલાસરા, મહિપાલસિંહ જાડેજા તથા જીતુભા જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે યુનિવર્સિટી રોડ પર વિમલનગરમાં રાઘેહોલ પાસે કેટલાક લોકો ટોળુવળીને બેઠા હોવાનું જણાતા ત્યાં પહોંચી દારૂની મહેફીલ માણતા નજરે પડતા આસીફ હબીબભાઇ બેલીમ (ઉ.વ.ર૩) (રહે. રૈયા ગામ) અને કાલાવડ રોડ રૂરલ હાઉસીંગ બોર્ડ કવાર્ટર ઇ-૧ બ્લોક નં. ૪રના મહિપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.ર૬), કાલાવડ રોડ સત્યસાંઇ રોડ પરપાવન પાર્ક ડી-૪ ના પરમ દિનેશભાઇ વસીયાણી (ઉ.વ.ર૦), રૂરલ હાઉસીંગ બોર્ડ કવાર્ટર એલ/૧ બ્લોક નં. ૪રના હાર્દિક સિંહ રાજેન્દ્રસિંહ સરવૈયા (ઉ.વ.ર૩), બ્લોક નં. ૩૮ રૂમ નં. ૭ર૭ ના હિરેન ભુપતભાઇ પરમાર (ઉ.વ.૩૦) એ.જી. સ્ટાફ કવાર્ટર ઇ/ર/પ૩ ના ધર્મરાજસિંહ ભવાનસિંહ ઝાલા (ઉ.વ.ર૩), રૈયાગામના નદીમ હબીબભાઇ બેલીમ (ઉ.વ.૧૯), અને કેવલમ કવાટર્સ બ્લોક નં. રરના પ્રિયેશ ઉર્ફે આશીષ ઉર્ફે બેટરી અરવિંદભાઇ સોલંકી (ઉ.વ.રર) ને દારૂ પીધેલી હાલતમાં પકડી લઇ દારૂની ચવાણાના પેકેટો, આઠ ગ્લાસ તથા ૧ર મોબાઇલ ફોન મળી રૂ. ૪૩૧૦૦ ની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં રૈયા ગામના આસીફ બેલીમનો બર્થ ડે હોઇ તેથી દારૂની મહેફીલનું આયોજન કર્યુ હોવાનું જાણવા મળ્યું છે. અને પોલીસ તમામ શખ્સો સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

'બ્લેક બાર્બર' દૂકાનમાં કલ્પેશ ગોહેલ, નિરવ અને ભાર્ગવ દારૂ ઢીંચતા પકડાયા

ભકિતનગર પોલીસનો આહિર ચોકની દૂકાનમાં દરોડો

. આહિર ચોક નહેરૂનગર પાસે આવેલી બ્લેક બાર્બર નામની વાળંદની દૂકાનમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની માહિતી પરથી ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ ડી. એ. ધાંધલ્યા તથા નિલેષભાઇ ચાવડા સહિતની ટીમે દરોડો પાડી દૂકાનના સંચાલક કલ્પેશ જયેશભાઇ ગોહેલ (વાળંદ) (ઉ.વ.૨૮-રહે. મુળ સાંગણવા તા. લોધીકા) તથા તેના મિત્રો નિરવ અરવિંદભાઇ સગર (ઉ.વ.૩૦-રહે. પુરૂષાર્થ સોસાયટી-૮) તથા ભાર્ગવ બાબુલાલ થાનકી (ઉ.વ.૨૩-રહે. છાયા નવાપરા પોરબંદર, હાલ રાજકોટ)ને દારૂ પીતા પકડી લઇ ૨૦૦ મીલી નશાકારક પ્રવાહિ, ગ્લાસ, બાઇટીંગ કબ્જે કર્યા હતાં.

(2:54 pm IST)