Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

શાપર વેરાવળમાં ૫૬ હજારના ઇંગ્લીશ દારૂ સાથે બે રાજસ્થાની ઝબ્બે

શાપર (વે) તા.૮: ઇ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સુચના અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ પી.એ.ઝાલા તથા સર્કલ પો.ઇન્સની સુચનાથી શાપર (વે) પો.સ્ટે.ના પો.સબ ઇન્સ કે.એ.ગોહીલના માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગારની પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવા સૂચના કરેલ હોઇ શાપર (વે) પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ વી.સી.જાડેજા તથા પો.કોન્સ યોગીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ દુષયંતસિંહ રાણા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ વિરેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ, યોગીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ દુષ્યંતસિંહ રાણા નાઓની હકીકત આધારે વેરાવળ(શા) શાંતીધામ ખેડુત ઓરણી પાસેથી ઇનોવા કારમાંથી ઇંગ્લીશ દારૂ સાથે (૧) ઇશ્વર સ/ઓ કાલુજી ભટ્ટ બ્રાહ્મણ (ઉ.વ.૩૩) ધંધો મજૂરી રહે. ઉદયપુર સુરખડકા તા.સરાડ જી.ઉદયપુર રાજસ્થાન (ર) ગોવિંદ સ/ઓ રતન લાલજી પટેલ (ઉ.વ.૩૯) ધંધો ડ્રાઇવીંગ રહે.જગત તા.ગીરવા જી.ઉદયપુરને (૧) રોયલ વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી  ૧૮૦ એમએલના કંપની શીલબંધ પાઉચ નંગ ૫૬૨ કિ.રૂ.૫૬,૧૦૦/ (૨) મોબાઇલ નંગ ૨ કિ.રૂ.૫૦૦૦/ (૩) ઇનોવા કાર કીં.રૂ.૩,૫૦,૦૦૦/ કુલ મુદામાલ કિં.રૂ.૪,૧૧,૧૦૦/ સાથે પકડી પાડેલ છે.

(2:54 pm IST)