Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

માસ્ક પહેર્યા વગર ટોળુ વળીને બેઠેલા લોકો સહિત ૪૪ વ્યકિત દંડાયા

દુકાન બહાર સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનારા વેપારીઓ અને રીક્ષા તથા કાર ચાલકો પણ ઝપટે ચડયા

રાજકોટ, તા.૮: શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર ફસાયેલા જાહેરનામાના અલમ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે જેમાં ગઇકાલે જુદા જુદા વિસ્તારમાં પાનની ગલ્લા, પ્રોવિઝન સ્ટોર ચાની હોટલ પાસે ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનારા વેપારીઓ અને માસ્ક પહેર્યા વગર ટોળુ વળીને બેઠેલા લોકો સહિત ૪૪ લોકોને પકડી કાર્યવાહી કરી હતી જેની વિગતો આ મુજબ છે.

એ-ડીવીઝન પોલીસે ભૂપેન્દ્ર રોડ પરથી રીક્ષા ચાલક સોનુ ઉર્ફે સંજય ગણેશભાઇ યાદવ, કોઠારીયા નાકા પાસેથી રીક્ષા ચાલક અશોક દિનેશભાઇ રામાનંદી તથા બી-ડીવીઝન પોલીસે ભગવતીપરા મેઇન રોડ પર મોમાઇ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા કિશોર ખેંગારભાઇ બાલાસરા, ભગવતીપરા મેઇન રોડ બાલાજી જનરલ સ્ટોર એન્ડ સ્ટેશનરી નામની દુકાન ધરવાતા મુર્તઝ હુસેનભાઇ પટેલ, ભાવનગર રોડ પટેલ વાડી સામેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા સાજીદ સબ્બીરભાઇ સાદીકોટ, અબ્બાસ સફુદીનભાઇ ભારમલ અને જુઝર રૂસ્મદીનભાઇ રવાડી તથા થોરાળા પોલીસે ભાવનગર રોડ કોર્પોરેશન ઓફીસની બાજુમાં શિવ પાન નામની દુકાન ધરાવતા અમીત હરેશભાઇ રાઠોડ, ભાવનગર રોડ વી.વી. ગેરેજની સામે ડીલકસ પાન નામની દુકાન ધરાવતા પરેશ બાબુભાઇ કોડીયાતર, કનકનગર, રાજારામ મેઇન રોડ પરથી માસ્ક પહેર્યા વગર નીકળેલા રોહીત કાંતિલાલભાઇ પાલા, સોરઠીયાવાડી સર્કલ પાસે માસ્ક પહેર્યા વગર ટોળુ વળીને બેઠેલા ગોવિંદ કતરાભાઇ સખીયા, દિપક ગણેશભાઇ ખત્રી, મનબુતસિંહ બચુભા વાઘેલા, ચંદુભાઇ મુલચંદભાઇ કેરીયા અને વિજય ગણેશભાઇ ખત્રી, તથા કુવાડવા રોડ પોલીસે સાત હનુમાનચેક પોસ્ટ પાસેથી રાજુ જીવરામભાઇ દેસાણી, દીલીપ કાનજીભાઇ ચૌહાણ, કુવાડવા રોડ પોલીસ સ્ટેશન સામેથી સાગર પેથાભાઇ શેખ, રવિ શામજીભાઇ કંટોળીયા, નારણ દેવશીભાઇ ટોયટા, રાયધન સોમાભાઇ ચૌહાણ, વિજય હિરાભાઇ મકવાણા, આજીડેમ પોલીસે સાંઇબાબા સર્કલ તરફ જતા રોડ પર ક્રિષ્ના પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા મનવીર જયેશભાઇ લાવડીયા તથા માલવીયાનગર પોલીસે મવડી મેઇન રોડ આનંદ બંગલા ચોક પાસેથી કિસ્મત એંગ્સ નામની દુકાન ધરાવતા ઇરફાન યુનુશભાઇ મોદી તથા પ્રનગર પોલીસે જંકશન રેલ્વે સ્ટેશન પાસેથી રીક્ષા ચાલક અમીત રજાકભાઇ ચાનીયા, રીક્ષા ચાલક મુકેશ ગગજીભાઇ ડાભી, લીમડા ચોક પાસે હેલ્લો ટેલીકોમ નામની દુકાન ધરાવતા ચિરાગ હરેશભાઇ ટેકલીયાણી, તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા ચોકડી પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા સચીન અશોકભાઇ નકુમ, ગાંધીગ્રામ એસ.કે. ચોક પાસે ધનલક્ષ્મી રેડીમેટ નામની દુકાન ધરાવતા રામચંદ્ર ઇશ્વરલાલભાઇ કીડી, રિદ્ધિ જવેલર્સ નામની દુકાન ધરાવતા જીતેન્દ્ર જયંતિલાલભાઇ જોગીયા, હનુમાનમઢી ચોક રોડ પરથી રીક્ષા ચાલક રાકેશ છગનભાઇ જેઠવા, રીક્ષા ચાલક ઇરફાન મુસ્તાકભાઇ બુબીયા, રીક્ષા ચાલક જગદીશ પ્રભુદાસભાઇ દેસાણી, જામનગર રોડ બજરંગવાડી પોલીસ ચોકી પાસેથી રીક્ષા ચાલક રમેશ મનજીભાઇ ગોહેલ, રીક્ષા ચાલક પરેશ રાવતભાઇ છૈયા, ઇકો કાર ચાલક ફરીદ ગફારભાઇ માજોઠી તથા તાલુકા પોલીસે નવા દોઢસો ફુટ રોડ પાટીદાર ચોક પાસેથી રીક્ષા ચાલક કમલેશ સચ્ચાનંદભાઇ પારવાણી, વાવડી ચોકીની બાજુમાંથી ત્રીપલ સવારી નીકળેલા કિશન રમેશભાઇ પટેલ, પાર્થ પરેશભાઇ ભટ્ટ, યોગેશ સવજીભાઇ શિયાળ, ઠાકર ચોક પાસેથી હરી નારણભાઇ ભુવા, બાપાસીતારામ ચોક પાસે અશોક જીવાભાઇ ચૌહાણ, રાજદીપ સોસાયટીમાં હોમ કોરોન્ટાઇન કરાયેલા ધવલ ધીરજલાલ ઠકરાર તથા યુનિવર્સિટી પોલીસે રૈયા રોડ ચોકડી પાસે પ્રમુખ પેઇન્ટસ એન્ડ હાર્ડવેર નામની દુકાન ધરાવતા વિવેક જમનાદાસભાઇ વૈશ્ણાનીને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:59 pm IST)