Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

પોલીસે સમયમર્યાદામાં 'ચાર્જશીટ' રજૂ નહિ કરતા આરોપીને જામીન પર છોડવા આદેશ

પડધરીના લાખોની કિંમતના દારૂના કિસ્સામાં : પોલીસની લાપરવાહીની કારણે આરોપીને ડીફોલ્ટ બેઇલ મળ્યા

રાજકોટ,તા. ૮: આરોપીને ડીફોલ્ટ બેઇલ ઉપર જામીન મુકત પડધરીની જે.એમ.એફ.સી.કોર્ટ હુકમ કર્યો હતો.

અત્રે કેસની હકીકત એવી છે કે, રાજકોટના પડધરી તાલુકામાં પડધરીમાં આવેલ ભારત હોટેલ સામે ફોર્ચ્યુન આઇસ્ક્રીમની બાજુમાં આવેલ ઔદ્યોગિક શેડમાં ઇંગ્લીંશ દારૂનો મોટો જથ્થો તા. ૨/૮/૨૦૨૦ના રોજ મળી આવેલ જેની અંદાજીત કિંમત રૂ. ૧૦,૭૧,૬૯૦ બોટલ નંગ -૧૫૮૧ અને હાજર ઇસમ મહેશ મહેન્દ્રસિહ રાજપુત, રહે ફતેહાબાદ, આગ્રા ઉતરપ્રદેશ મળી આવેલ જેની પોલીસે અટક કરેલ અને કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરવામાં આવેલ ત્યારથી આરોપી જેલ હવાલે હોય, આરોપી જેલમાં હોવાથી ૬૦ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ ન થતા આરોપીને જામીન મુકત થવા સી.આર.પી.સી. ની કલમ ૧૬૭ (૨) મુજબ જામીન અરજી કરતા નામદાર કોર્ટ દ્વારા રૂ. ૨૦,૦૦૦ના શરતી જામીન મુકત કરવાનો હુકમ જયુડી મેજી. પડધરી કોર્ટના જજ કરેલ છે.

આ કામમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ ડી.બી.બગડા, પડધરીના યુવા એડવોકેટ અનિલ પરમાર, જતીન ગોદડકા રોકાયેલ હતા.

(3:00 pm IST)