Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

હેરોઇનના જથ્થાની હેરફેરના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ,તા. ૮:હેરોઇનના જથ્થાની હેરફેરના ગુન્હામાં આરોપીના જામીન મંજૂર કરતી સેશન્સ કોર્ટ હુકમ કર્યો હતો.

આ કામે પોલીસ કેસની ટુંકી વિગત પ્રમાણે એન.ડી.પી.એસ એકટની કલમ ૮(સી), ૨૧ (બી), ૨૯ મુજબ એવી રીતે આરોપી ફાતમાબેન ઇમરાનભાઇ પઠાણ તથા ઇમરાનભાઇ અનવરભાઇ પઠાણને મોટર સાઇકલ ઉપર તા. ૨૯/૪/૨૦૨૦ના રોજ કોઠારીયા મેઇન રોડ ખાતેથી પોલીસે ચોકકસ બાતમીના આધારે પકડેલ અને તેમની પાસેથી માદક પદાર્ર્થ હેરોઇનનો જથ્થો જપ્ત થયેલ અને આ જથ્થો રાજકોટની સલમાબેન ઉર્ફે ચીનુડી બશીરભાઇ જેસાણીએ રાજસ્થાનના એક શખ્સ ભેરૈયા ગૌતમ મીણા પાસેથી મંગાવેલ અને પોતાના સાગ્રીત ઇમતિયાઝ ઉર્ફે ભુરો ઓસમાણભાઇ હેરંજાવાળા મારફત દંપતીને મોકલેલ અને આવી રીતે આ લોકોએ ગુન્હો કરેલ હોય આ કેસમાં પોલીસે (૧) ઇમતિયાઝ ઉર્ફે ભુરો ઓસમાણભાઇ જુણેજા (૨) ફાતમાબેન ઇમરાનભાઇ પઠાણ, (૩) ઇમરાનભાઇ અનવરભાઇ પઠાણ, (૪) સલમાબેન ઉર્ફે ચીનુડી બીશરભાઇ જેસાણી તથા ભેરૈયા ગૌતમ મીણાની ધરપકડ કરી જેલ હવાલે કરેલા.

ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી ઇમતિયાઝ ઉર્ફે ભુરો ઓસમાણભાઇ હેરંજાએ પોતાના વકીલ રૂપરાજસિંહ પરમાર મારફત રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન ઉપર છૂટવા અરજી કરેલ હતી.

આ અરજીમાં બન્ને પક્ષોની રજુઆતો, કાયદાના પ્રસ્થાપીત સિધ્ધાંતો વિગેરે ધ્યાને લઇ રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ઇમતિયાઝ ઉર્ફે ભૂરો અસોમાણભાઇ જામીન અરજી મંજુર કરેલ છે.

આ કામે આરોપી વતી રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, તથા ભરત સોમાણી રોકાયેલ હતા.

(3:00 pm IST)