Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કોૈશિકે બે મહિનાની મજૂરીના પૈસા માંગતાં અશોકે પાણકો ફટકારી માથું રંગી નાંખ્યું

આંબેડકરનગરના યુવાન પર મવડી બાપા સિતારામ ચોકમાં હુમલો

રાજકોટ તા. ૮: આંબેડકરનગરના યુવાને પોતાને બે મહિનાની મજૂરીના પૈસા લેવાના હોઇ તેની ઉઘરાણી કરતાં પૈસા ચુકવવાને બદલે સામેવાળાએ તેને પથ્થર ફટકારી માથું ફોડી નાંખતાં સારવાર લેવી પડી છે.

બનાવ અંગે તાલુકા પોલીસે ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧૦/૧૧ના ખુણે રહેતાં કોૈશિક ઉર્ફ અજય અમૃતભાઇ ભાસ્કર (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી તેના વિસ્તારમાં જ રહેતાં અશોક જીવાભાઇ ચોૈહાણ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

કોૈશિકના કહેવા મુજબ તે બાંધકામની સાઇટ પર મજૂરી કરે છે. ગઇકાલે સાંજે પોણા ચારેક વાગ્યે તે તથા મગાભાઇ મકવાણા બાઇક પર જમવા માટે જતાં હતાં ત્યારે અશોક ચોૈહાણ સામે મળ્યો હતો. તેની પાસેથી પૈસા લેવાન હોઇ જેથી તેને ફોન કરતાં તેણે 'તું મવડી બાપા સિતારામ ચોક ચાર રસ્તે ઉભો રહે હું આવુ છું' તેમ કહેતાં કોૈશિક અને મંગાભાઇ ત્યાં ઉભા હતાં. ત્યાં અશોક આવ્યો હતો. તેની પાસેથી બે મહિનાની મજૂરીના પૈસા લેવાના હોઇ તેની ઉઘરાણી કરતાં તેણે પૈસા નથી દેવા કહી ગાળો દઇ ઝપાઝપી કરી રસ્તા પરથી પથ્થર ઉપાડી માથામાં ફટકારી દેતાં લોહી નીકળવા માંડ્યા હતાં.

લોહી નીકળતી હાલતમાં જ કોૈશિક અને મંગાભાઇ બાઇક પર બેસી માલવીયાનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં અને બાદમાં ત્યાંથી હોસ્પિટલમાં દાખલ થયો હતો. તાલુકા પીએસઆઇ એ. જી. અંબાસણાએ તેની ફરિયાદ નોંધી હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે.

(3:01 pm IST)