Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

વોર્ડ નં. ૧૭નાં મુખ્ય રસ્તાઓ ડામરથી મઢાશે

કોર્પોરેટર અનીતાબેન ગોસ્વામીનાં પ્રયત્નો સફળ

રાજકોટ તા. ૮: શહેરનાં વોર્ડ નં. ૧૭ના મુખ્ય રસ્તાઓ અને સોસાયટીઓમાં રૂ. ૭૦ લાખના ખર્ચે પેવર રી-કાર્પેટ કામ વોર્ડના ભા.જ.પ. કોર્પોરેટર અનિતાબેન ગૌતમભાઇ ગોસ્વામીનાં અથાગ પ્રયત્નોથી મંજુર કરવામાં આવ્યા છે.

આ અંગે અનીતાબેન ગૌતમભાઇ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૧૭ માં પેવર એકશન પ્લાન અંતર્ગત આશરે રૂ. ૭૦ લાખના ખર્ચે પેવર રી-કાર્પેટ મંજુર કરવામાં આવેલ છે. જેમાં રૂ. ૧૬.૮ લાખના ખર્ચે-જમના નગર સોસાયટીમાં, રૂ. ૧૩.૧૦ લાખના ખર્ચે ન્યુ મેઘાણી નગર સોસાયટીમાં રૂ. રપ.૧૦ લાખના ખર્ચે-સહકાર સોસાયટી શેરી નં. ર, ૪, ૬, ૮ માં રૂ. ૧૪.૬૦ લાખના ખર્ચે-અર્જુન પાર્કમાં અને રૂ. ર૦ લાખની આસપાસના ખર્ચે પેચવર્ક જેમાં ઢેબર રોડ, નારાયણનગર મે. રોડ, સહકાર સોસાયટી મે. રોડ, હરિભાઇ ધવા રોડ, ખોડિયાર સોસાયટી પ૦ ફુટ રોડ, વાલ્કેશ્વર સોસાયટી મે. રોડ, પાલડી રોડ પર પેચવર્ક કરવામાં આવશે.

(3:01 pm IST)