Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

રાજકોટ એગ્રો ઇનપુટ એસો. દ્વારા કોરોના સંદર્ભે સીએમ ફંડમાં ૮ાા લાખ અર્પણ

રાજકોટઃ એગ્રો ઇનપુટ મર્ચન્ટ એસો.ના અગ્રણીઓએ આજે કલેકટરને રૂબરૂ મળી મુખ્યમંત્રી રીલીફ ફંડમાં કોરોના મહામારી સંદર્ભે ૮ લાખ પ૧ હજારનો ચેક અર્પણ કર્યો હતો. અગ્રણીઓએ જણાવેલ કે, કોવિડ-૧૯ના નિયંત્રણ માટે સરકાર તથા તમામ અધિકારી વર્ગ ઘણા સમયથી અવિરત સેવા આપી રહ્યા છે. આવા સંજોગોમાં અમો પણ અમારી ફરજ સમજીને કોરોના નિયંત્રણ માટે ફરજ બજાવી રહેલા તમામ કર્મચારીની નિષ્ઠાને પ્રોત્સાહન મળે અને સરકારને પણ આ મહામારીમાં તમામ નાગરીકો તેઓની સાથે રહે છે એ હેતુથી અમારા એશોશીએશન તરફથી ચીફ મીનીસ્ટર રીલીફ ફંડમાં રૂ. ૮,પ૧,૦૦૦/- નો ચેક અર્પણ જાહેર કરાયો છે, આ પ્રસંગે સંસ્થાના સર્વશ્રી ઓધવજીભાઇ રાબડીયા, પોપટભાઇ પટોડીયા, બટુકભાઇ મારવીયા, હરેશભાઇ રૈયાણી વિગેરે ખાસ હાજર રહ્યા હતા.

(3:02 pm IST)