Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

વોર્ડ નં.૧૧ના વિવિધ વિસ્તારોમાં ધીમા ફોર્સથી પાણી વિતરણ

આ સમસ્યા તાકિદે ઉકેલવા કોંગી કોર્પોરેટર વસંતબેન માલવીની માંગ

રાજકોટ,તા. ૮: વોર્ડ નં.૧૧નાં વિવિધ વિસ્તારમાં છેલ્લા સમયથી ધીમા ફોર્સનસ પાણી વિતરણની ફરીયાદ ઉઠવા પામી છે. ત્યારે આ સમસ્યા તાકિદે હલ કરવા કોંગી કોર્પોરેટર વસંતબેન માલવી દ્વાર માંગ કરવામાં આવી છે.

આ અંગે વસંતબેન માલવીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, શહેરમાં પ્રજાપતિ સોસાયટી, પ્રિયદર્શન સોસાયટી, ઓમનગરપાર્ટ -એ, જ્ઞાન સૌરવ સ્કુલની પાછળ, જલારામ સોસાયટી, ન્યુ લક્ષ્મી સોસાયટી આ અલય પાર્ક, નાના મવા રોડ સહિતના વિસ્તારમાં ઘણા સમયથી ધીમા ફોર્સથી પાણી વિતરણ થઇ રહ્યું છે. ત્યારે આ સમસ્યા તાકિદે ઉકેલવા માંગ કરી છે.

(3:02 pm IST)