Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ તથા IIT દ્વારા રીસર્ચ ફેલોશીપ ઉપલબ્ધ

ધોરણ ૧૦ પછી આગળના શિક્ષણ માટે શિષ્યવૃત્તિ મેળવવાની દિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસે તક : GATE/NET સાથે બી.ટેક અથવા એમ. ટેક થયેલ વિદ્યાર્થીઓ રીસર્ચ ફેલો બની શકે છે

રાજકોટ તા. ૮ :.. ઉપયોગી સંશોધન તથા ઉચ્ચ શિક્ષણ થકી સમાજમાં માન - સન્માન અને રોજગારી મેળવવી સહેલું પડે છે.

 * IIT  ખડગપુરના ડીપાર્ટમેન્ટ ઓફ કેમીકલ એન્જીનીયરીંગ દ્વારા ટીસર્ચ ફેલોશીપ મળી રહી છે. સાથે - સાથે ભારત સરકાર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ ધોરણ ૧૦ પછીના આગળના વિવિધ કોર્ષ-શિક્ષણ માટે ઉપયોગી સ્કોલરશીપ હાલમાં મળી રહી છે. આ શિષ્યવૃતિના સહયોગથી ગુણવતાયુકત શિક્ષણ મેળવીને ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય છે. તમામ સ્કોલરશીપ ઉપર એક નજર કરીએ તો...

IIT  ખડગપુરના ડીપાર્ટમેન્ટ ઓફ કેમીકલ એન્જીનીયરીંગ જુનિયર/સિનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૦ અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, ખડગપુર દ્વારા અનુસ્નાતક ડીગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી ડીપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એન્જીનીયરીંગ જુનિયર/સિનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૦ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ફેલોશીપ સંદર્ભે રીસર્ચ ફેલોઝને 'ઝોનલ રીફાઇન્મેન્ટ' સ્ટ્રેટેજી ટુ એકસપિડીટ ડેમ સિમ્યુલેશન ઓફ ફાઇન પાવડર ફલો (જેડ)' શીર્ષક હેઠળના પ્રોજેકટ ઉપર કામ કરવાનું રહેશે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે ઉમેદવારો પાસે GATE/NET  ના માન્ય સ્કોર સાથે બી.ટેક. અથવા એમ. ટેક.ની ડીગ્રી હોય તેઓ અરજીપાત્ર છે. આ ઉપરાંત  SRF (સિનિયર રીસર્ચ ફેલોશીપ) માટે ઉમેદવારો પાસે ઉપરોકત માપદંડ સિવાય બે વર્ષનો રીસર્ચ કરવાનો અનુભવ જરૂરી છે. પસંદ થનાર ઉમેદવારને માસિક ૩પ હજાર રૂપિયા મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૪-૧૦-ર૦ર૦ છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/KDF4

 * NSP  પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટસ વિથ ડીસએબિલિટીઝ ર૦ર૦ -ર૧ અંતર્ગત દિવ્યાંગ વ્યકિતઓ માટેના સશકિતકરણ વિભાગ, ભારત સરકાર દ્વારા ધોરણ ૧૧ થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓ પાસેથી NSP  પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટસ વિથ ડીસએબિલીટીઝ ર૦ર૦-ર૧ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ સારૃં શિક્ષણ લઇને રોજગાી સાથે સમાજમાં માનપૂર્વક જીવી શકે તેવો હેતુ આ સ્કોલરશીપ પાછળ રહેલો છે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓએ મેટ્રીક, હાયર સેકન્ડરી અથવા કોઇ માન્યતા પ્રાપ્ત માધ્યમિક શિક્ષા બોર્ડ કે યુનિવર્સિટીની કોઇ ઉચ્ચ પરીક્ષા પાસ કરી હોય તેઓ આ સ્કોલરશીપ માટે  અરજીપાત્ર છે. ઉમેદવાર પાસે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ ૪૦ ટકાથી વધુ દિવ્યાંગ હોવાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. તથા ઉમેદવારના પરિવારની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ. ઉપરાંત ધોરણ ૧૧ થી અનુસ્નાતક કક્ષા સુધી ઉમેદવારનું શિક્ષણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાં અવિરત હોય તે જરૂરી છે. પસંદ થનાર ઉમેદવારને વિવિધ ઇનામો-પુરસ્કાર મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૧૦-ર૦ છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/SSD3

 * NSP   સ્કોલરશીપ ફોર ટોપ કલાસ એજયુકેશન ફોર સ્ટુડન્ટસ વિથ ડીસએબિલિટીઝ ર૦ર૦-ર૧ અંતર્ગત દિવ્યાંગ વ્યકિતઓના સશકિતકરણ વિભાગ, ભારત સરકાર દ્વારા સ્નાતક/અનુસ્નાતક કે ડીપ્લોમાં કોર્ષમાં અભ્યાસ કરતા બાળકો ગુણવતાયુકત શિક્ષણ મેળવી શકે તે માટે આ સ્કોલરશીપ આપવામાં આવે છે. આ શિષ્યવૃતિનો મુખ્ય હેતુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ગુણવતાપૂર્ણ શિક્ષણ સાથે પોતાની ઓળખ આગળ વધારી શકે તે માટે આર્થિક સહયોગ આપવાનો છે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં ગ્રેજયુએશન/પોસ્ટ ગ્રેજયુએશન કે ડીપ્લોમાં કોર્ષમાં અભ્યાસ કરે છે તેઓ આ શિષ્યવૃતિ માટે અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકાથી વધુ દિવ્યાંગ હોવાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક ૬ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ. પસંદ થનાર વિદ્યાર્થીઓને વિવિધ ઇનામો - પુરસ્કાર મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૧૦-ર૦ર૦ છે.

 - અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/TCE2

 -  સમાજમાં પદ-પ્રતિષ્ઠા મેળવવા માટે ઉપયોગી શિક્ષણ મેળવવા તથા સંશોધન કરવા માટે હાલમાં ઉપયોગી સ્કોલરશીપ - ફેલોશીપ મળી રહી છે. યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મ વિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.

સૌજન્ય

(3:03 pm IST)