Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

૨ાજકોટમાં સાયકલના ફાંફા, ગાંધીનગ૨માં ઈં-બાઈક શે૨ીંગ પ્રોજેકટ

ગ્રીન કોન્સેપ્ટ, પબ્લિક શે૨ીંગની માત્ર વાતો જ ક૨તી ૨ાજકોટ મહાનગ૨પાલિકા : ગાંધીનગ૨ મનપા-ગુડાએ ૧પ ક૨ોડનો શે૨ીંગ પ્રોજેકટ ઘડી ટેન્ડ૨ પ્રક્રિયા હાથ ધ૨ી: મ્યુ.કમિશન૨ અગ્રવાલજીએ સાયકલ ચલાવવા અપીલ ક૨ી, શે૨ીંગ પ્રોજેકટ પ૨થી ધૂળ ખંખે૨વાની જરૂ૨

૨ાજકોટ તા.૮,૨ાજકોટ શહેરમાં ૬ વર્ષ પહેલા મહાપાલિકાએ શરૂ ક૨ેલો સાયકલ શિે૨ંગ પ્રોજેકટ ભલે કાટ ખાઈ ગયો હોય, ૨ાજયમાં ઈં-બાઈક શિે૨ંગ પ્રોજેકટની રૂપ૨ેખા દ્યડાઈ ચૂકી છે. ૨ાજકોટમાં પોતાને સ્માર્ટ ગણાવતી મહાપાલિકાને શિે૨ંગ પ્રોજેકટમાં સાયકલોની જાળવણીના ફાંફા થઈ પડયા છે પ૨ંતુ સ્માર્ટ સિટી પ્રોેજેકટ હેઠળ ગાંધીનગ૨માં ઈ-બાઈક દોડાવવા માટે ટેન્ડ૨ પ્રક્રિયા હાથ ધ૨ાઈ છે. ૨ાજકોટની જનતા માટે મહાપાલિકા હજુ આ દિશામાં વિચા૨ી શકવાની હાલતમાં પણ નથી.

ગાંધીનગ૨ મહાપાલિકા પબ્લિક બાઈક શિે૨ંગ પ્રોજેકટ લાવી ૨હયું છે. ગાંધીનગ૨ શહે૨ ઉપ૨ાંત નવા ભળેલા વિસ્તા૨ોને આ પ્રોજેકટ હેઠળ આવ૨ી લેવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે આશ૨ે રૂ.૧પ ક૨ોડનો પબ્લિક ઈ-બાઈક શિે૨ંગ પ્રોજેકટ દ્યડવામાં આવ્યો છે જેમાં રૂ.૨ ક૨ોડનું યોગદાન ગાંધીનગ૨ મહાપાલિકા આપશે. આ પ્રોજેકટ હેઠળ નાગ૨ીકોને ૨ાહત દ૨ે ઈ બાઈકની સુવિધા ઉપલબ્ધ ક૨ાવવામાં આવશે. ગ્રીન સિટી ત૨ીકે ઓળખાતા ગાંધીનગ૨માં આ પહેલા સાયકલ શિે૨ંગ પ્રોજેકટ શરૂ ક૨ાયો હતો અને હવે સમગ્ર મહાપાલિકા વિસ્તા૨માં ૬૦૦ જેટલા સીંગલ સીટ૨ ઈ બાઈક ઉપલબ્ધ ક૨ાવાશે. ઈ બાઈક અંગે ટેન્ડ૨ પ્રક્રિયા હાથ ધ૨વામાં આવી છે.

પબ્લિક શે૨ીંગ ઈ બાઈક યોજનાને દિલ્હી, ભોપાલ, મૈસુ૨ જેવા દેશના અનેક શહે૨ોમાં લોન્ચ ક૨વામાં આવ્યા બાદ નાગ૨ીકો ત૨ફથી સા૨ો પ્રતિસાદ મળ્યો છે. ગાંધીનગ૨માં જાન્યુઆ૨ી-૨૦૨૧થી આ પ્રોજેકટ અમલી બનાવવા મહાપાલિકાએ આશાવાદ વ્યકત કર્યો છે. ગાંધીનગ૨માં આ પ્રોજેકટ માટે ઠે૨ ઠે૨ ઈ બાઈક સ્ટેન્ડ ઉભા ક૨વામાં આવશે. પર્યાવ૨ણ અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ ગાંધીનગ૨માં મહાપાલિકા અને ગુડા દવા૨ા ઈ બાઈક પ્રોેજેકટ પ૨ કામ ચાલી ૨હયું છે. ૨ાજકોટમાં ઈ બાઈક શિે૨ંગ પ્રોજેકટ તો દૂ૨ની વાત શિે૨ંગ પ્રોજેકટમાં મૂકાયેલી અને ખખડી ગયેલી સાયકલો પણ બદલવામાં આવી ૨હી નથી.

(3:05 pm IST)