Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કોરોના ધીમો પડયો છે..એ સારી વાત છે...પરંતુ બીજા તબકકામાં કેવુ રહેશે એ કહી ન શકાયઃ અમારી તૈયારી છે...

કલેકટરની પત્રકારો સાથે વાતચીતઃ બેડો અમે હાલ નહી ઘટાડીએ ડોકટરો સાથે મીટીંગ કરી છે : શીયાળામાં કેવી સ્થિતિ રહેશે તે સમય બતાવશેઃ સરકારે પણ એલર્ટ રહેવા જણાવ્યું છેઃ રેમ્યા મોહન

રાજકોટ તા. ૮ :.. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેર-જીલ્લામાં કોરોના ધીમો પડયો છે.હાલ એવુ લાગી રહ્યું છે, ૧પ૬૦ ઉપર બેડ ખાલી પરંતુ આમ છતાં તમામ તંત્ર - લોકોને સાવચેત રહેવા ખાસ અપીલ છે.તેમણે જણાવેલ કે કોરોના ધીમો પડયો, કેસો ઘટયા છે, પરંતુ બીજા ભાગમાં કેવુ રહેશે તે કહી શકાય નહી, જો કેસો વધે તો તંત્રની માનસિક તૈયારી છે, આથી અમે હાલના તબકકામાં સરકારી કે ખાનગી કોઇપણ કોવીડ-હોસ્પીટલમાં બેડ ઘટાડવાના નથી, ડોકટરોની સાથે મીટીંગ કરી તે પ્રકારની સૂચના અપાઇ છે.તેમણે જણાવેલ કે હવે શીયાળો આવશે અને ગરમી બાદ ઠંડીની ઋતુમાં આ વાયરસ ઉધા પ્રકારનો ભાગ ભજવે છે, કેટલો જટીલ બને, કેટલો ફેલાય છે તે અત્યારથી કહેવુ મુશ્કેલ છે, કેસો વધવાનો સેકન્ડ વેવ આવશે કે કેમ તે હાલ કહેવું મુશ્કેલ છે, આમ છતાં ગઇકાલે સેક્રેટરીની વાલીમાં પણ સરકારે તમામ પ્રકારે તૈયારી રાખવા એલર્ટ રહેવ સુચના આપી છે.

તેમણે જણાવેલ કે બેડો ઘટયા છે તે સારી વાત છે, જો કે આઇસીયુમાં હજુ બેડો ખાલી નથી, આ ઉપરાંત હોમ આઇસોલેશન એ પણ સારી વાત છે.

ડીજીટલ સેવા સેતુ

તેમણે જણાવેલ કે આજથી સરકારની ડીજીટલ સેવા સેતુ રાજકોટના પ૯ર માંથી એકી સાથે ર૦૦ ગામમાં લોન્ચ થઇ છે, તબકકાવાર અન્ય ગામોમાં પણ આવરી લેવાશે, રાજકોટ જીલ્લામાં ગોંડલના લીલાખા ગામેથી સેવા લોન્ચ થઇ છે.

(3:41 pm IST)