Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

હુડકો ધનેશ્વર મંદિરે પેવીંગ બ્લોકનું ખાતમુહુર્ત

શહેરના વોર્ડ નં. ૫ માર્કેટ યાર્ડ હુડકો કવાટર્સ ખાતે આવેલ ધનેશ્વર મહાદેવ મંદિર પાસે પેવિંગ બ્લોકનું ખાતમુહુર્ત વિધાનસભા-૬૮ ના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, વોર્ડ નં. પ ના કોર્પોરેટર પ્રીતીબેન પનારા, રમેશભાઇ અકબરી, દિલીપભાઇ લુણાગરીયા, દીપકભાઇ પનારા, મુકેશભાઇ ધનસોરા, સંજયભાઇ ચાવડા, સજુભા અદેજા, અશોકભાઇ ઠુમ્મર, ભરતભાઇ સુરાણી, બાલકૃષ્ણ શાસ્ત્રીજી, વિજયભાઇ ધામેલીયા, રૈયાભાઇ ભરવાડ, સોહીલભાઇ ડીસ, ભાવેશભાઇ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:42 pm IST)