Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ગુંદાવાડીમાં દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : સંદીપ ઉર્ફે પંડીત પકડાયો

ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. સલીમભાઇ અને રણજીતસિંહની બાતમી : રીઢો ચોર બૈજુ મકવાણાની શોધ

રાજકોટ, તા. ૮: ગુંદાવાડીમાં સાત દિવસ પહેલા દુકાનમાં થયેલી ચોરીનો ભકિતનગર પોલીસે ભેદ ઉકેલી એક રશખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગુંદાવાડીમાં શેરી નં.ર૧માં અરવિંદભાઇ સખીયાની પટેલ જનરલ સ્ટોરમાં સાત દિવસ પહેલા ચોરીનો બનાવ બન્યો હોઇ, આ દુકાનમાં ચોરી કરનાર સંદીપ ઉર્ફે પંડીત સોલંકી સોરઠીયાવડી ચોકમાં આવેલા બગીચામાં બેઠો હોવાની ભકિતનગર પોલીસ મથકમાં એએસઆઇ ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. સલીમભાઇ મકરાણી, અને રણજીતસિંહ જાડેજાને બાતમી મળતા પીઆઇ  જે. ડી. ઝાલા, પીએસઆઇ જે. બી. પટેલ, એએસઆઇ ફીરોજભાઇ, સલીમભાઇ, મનરૂપગીરી, રણજીતસિંહ પઢારીયા, હીરેનભાઇ, રણજીતસિંહ જાડેજા, મૈસુરભાઇ, વાલજીભાઇ, ભાવેશભાઇ, મનીષભાઇ, દિવ્યરાજસિંહ તથા રાજેશભાઇ સહિત બગીચામાંથી સંદીપ ઉર્ફે પંડીત મહાદેવભાઇ સોલંકી (ઉ.ર૧) (રહે. બાબરીયા ત્રણ માળીયા કવાર્ટર સામે પરમેશ્વર સોસાયટી) ને પકડી લઇ રૂ. ર૦૦૦૦ની રોકડ કબ્જે કરી હતી. પોલીસે તેની પુછપરછ કરતા રીઢો તસ્કર બૈજુ ધરમશીભાઇ મકવાણા (રહે. લોહાનગર)નું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.

(3:44 pm IST)