Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડમી દ્વારા યોજાઇ લોન ટેનીસ ટુર્નામેન્ટ

ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડમી દ્વારા ઓલ ઇન્ડીયા ટેનીસ એસોસીએશન અન્ડર ૧૪ લોન ટેનીસ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતુ. સૌરાષ્ટ્રમાં પ્રથમવાર આયોજીત આ પ્રકારની ટુર્ના.માં ૪૫ થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાતમાંથી ગર્લ્સ કેટેગરીમાં ક્રિશા દલાલ વિજેતા અને વૃષ્ટિ પટેલ ઉપવિજેતા જાહેર થયેલ. બોયઝમાં પ્રથમ કોટક વિજેતા અને આર્યન ચોકસી ઉપવિજેતા જાહેર થયેલ. જેઓને ગ્રીનવુડ એકેડમી દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં એકેડમીના ચેરમેન મયુરધ્વજસંહ જાડેજાએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહીત કર્યા હતા. સમગ્ર ટુર્ના.ની સફળતા માટે રાહુલ ઉન્નીથન, એકલવ્ય એવોર્ડ વિજેતા ટેનીસ કોચ સૌરભ રઘુવંશી, કોચ હાર્દીક મકવાણા, ભાવેશ રંગાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી. ટુર્નામેન્ટ દરમિયાન સરકારી ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાયુ હતુ. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.

(3:36 pm IST)