Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કાર આ રીતે માથે ન આવવા દેવાય તેમ કહેતાં માથાકુટ

વિનોદનગરમાં શ્રધ્ધા સોસાયટીના વિજય ટાંકને બાબાએ છરીના બે ઘા ઝીંકી દીધા

રાજકોટ તા. ૧૦: અટિકા શ્રધ્ધા સોસાયટી શ્યામ હોલ પાસે અંજલી ખમણની બાજુમાં રહેતાં કડીયા યુવાન પર વિનોદનગરમાં તેના જ પરિચીત ગઢવી યુવાને કાર એકદમ સામે આવવા દઇ ઝઘડો કરી છરીના બે ઘા ઝીંકી દેતાં પોલીસ ફરિયાદ થઇ છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે હોસ્પિટલના બિછાને પહોંચેલા વિજય બટુકભાઇ ટાંક (કડીયા) (ઉ.વ.૨૪)ના મોટા ભાઇ જય બટુકભાઇ ટાંક (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી વિનોદનગરમાં રહેતાં બાબા ગઢવી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

વિજય કારખાનામાં કામ કરે છે અને બે ભાઇ તથા એક બહેનમાં નાનો છે. તે રાતે સાડા દસેક વાગ્યે વિનોદનગરમાં મિત્રને મળવા ગયો ત્યારે પોતાનું ટુવ્હીલર વળાંક લઇ રહ્યો હતો તે વખતે પરિચીત એવા બાબા ગઢવીએ તેના વાહનની માથે બ્રેઝા કાર આવવા દેતાં તેને ધ્યાન રાખવાનું કહેતાં ગાળાગાળી કરી હતી અને બાદમાં છરી કાઢી વિજયને જમણા ખભે તથથા બગલ પાસે બે ઘા ઝીંકી દીધા હતાં.

લોહીલુહાણ હાલતમાં વિજય સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હેડકોન્સ. પી. જી. વાંકએ ગુનો નોંધવા તજવીજ કરી હતી.

(12:04 pm IST)