Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

દાઉદી વ્હોરા સમાજ ગ્રુપ દ્વારા વિપક્ષીનેતાનું સન્માનઃ ઝુંપડપટ્ટીમાં કપડા-માસ્કનું વિતરણ

રાજકોટ : દાઉદી વ્હોરા સમાજ સેવા ગ્રુપ દ્વારા વોર્ડ નં. ૧૫ ખાતે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયાનું સન્માન કરીને વોર્ડ નં.-૧૫ માં હાઇવે ઉપર ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાંચથી દસ વર્ષની દીકરીઓને દુરૈયાબેન મુસાણી, રઝીયાબેન શામ, તસ્લિમબેન (મુંબઇ), મુનીરાબેન (સાવરકુંડલા), મુબારકબેન ભારમલ, હસીનાબેન મરચન્ટ તમામ મહિલાઓની આગેવાની હેઠળ ફ્રોક ડ્રેસ અને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તે વખતની તસ્વીર. આ તકે વશરામભાઇ ચાંડ્યા, હિરાભાઇ પરમાર, નરેશભાઇ પરમાર, હિરાભાઇ પરમાર, અરવિંદભાઇ મુછડીયા, ગિરીશભાઇ વાણીયા, સિંધાસનભાઇ વગેરે આગેવાનો ઉપસ્થિત હતા.

(2:44 pm IST)