Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

પોપટપરામાં મહિલાના ઘરમાં તોડફોડ કરી લૂંટ કરવાના ગુનામાં ૧૦ આરોપીઓ જામીન પર

રાજકોટ તા. ૧૧ :.. અહીંના પોપટપરા વિસ્તારમાં તા. ૧૮-૮-ર૦ નાં રોજ ફરીયાદી મહિલા ભારતીબેન ભરતભાઇ કુગશીયાના ઘરમાં આરોપીઓએ ગેરકાયદે પ્રવેશ હથિયારો વડે ઘરના બારી-બારણા તોડી લૂંટ કરવા અંગે પકડાયેલ ૧૦ આરોપીઓને સેશન્સ કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગે ૧૦૦ નંબર ઉપર પોલીસને જાણ કરેલી અને આ લોકો તોડફોડ કરી અને કબાટમાં પણ તોડફોડ કરી સામાન વેર-વિખેર કરી તેમાંથી એક સોનાનો ૬ તોલાનો ચેઇન તથા રૂ. ૮૦૦૦ રોકડાની લંૂટ કરી જતા રહેલ હતાં. જેથી આ ગુન્હો પ્ર.નગર પોલીસમાં આઇ. પી. સી. કલમ ૩૯પ, ૪પર, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, પ૦૪, ૪ર૭ તથા જી. પી. એકટની કલમ ૧૩પ અન્વયે નોંધેલ.

ત્યારબાદ પોલીસે દસ આરોપીઓ (૧) કાસમ ઉર્ફે કડી ખમીશાભાઇ જુણાચ (ર) મહમદહનીફ યુસુફભાઇ મસ્કતી (૩) ગફારભાઇ નુરમામદભાઇ સુધાબુનીયા (૪) ઇમરાનભાઇ ઓસમાણભાઇ ચાનીયા (પ) જાવેદભાઇ આમદભાઇ ચાનીયા (૬) સચીનભાઇ કમલેશભઇ આહુજા (૭) સલીમ દાઉદભાઇ ચાનીયા (૮) ઇમરાન ગફારભાઇ કુરેશી (૯) ઉસ્માન ફીરોજભાઇ કુરેશી તથા (૧૦) ગુરૂદીપસિંહ બકુલસિંહ જાડેજાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતાં.

આથી જેલ હવાલે રહેલ દસેય આરોપીઓએ પોતાના વકીલ મારફત જામીન ઉપર છૂટવા રાજકોટ સેશન્સ કોર્ટમાં અરજી કરતા બધા પક્ષોની રજૂઆતો તથા આરોપી પક્ષે રજૂ થયેલ જામીન અંગેના પાયાના સિધ્ધાંતોના ઉચ્ચ ન્યાયલયોના ચુકાદાઓ ધ્યાને લઇ રાજકોટના એડી. સેશન્સ જજશ્રીએ તમામ આરોપીઓને રેગ્યુલર જામીન ઉપર મુકત કરેલ છે.

આ કામે આરોપીઓ વતી રાજકોટના વકીલ શ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, અલ્પેશ પોકીયા તથા ભરત સોમાણી, રોકાયેલ હતાં.

(2:47 pm IST)