Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

મેટોડા જીઆઇડીસીમાં કારની ઠોકરે બાઇક ચડી જતાં બકુલભાઇ આરઠીયાનું મોત

કામેથી છુટીને ઘરે આવતા હતાં અને કાળ ભેટી ગયો

રાજકોટ તા. ૧૨: મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩ પાસે કારની ઠોકરે બાઇક ચડી જતાં બાઇક ચાલક મેટોડાના બકુલભાઇ વાલજીભાઇ આરઠીયા (કોળી) (ઉ.વ.૪૫)ને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીન સ્ટાફે કાગળો કરી લોધીકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બકુલભાઇ ત્રણ ભાઇમાં વચેટ હતાં અને કારખાનામાં કામ કરતાં હતાં. રાતે કામેથી છુટીને ઘરે આવી રહ્યા હતાં ત્યારે અકસ્માત નડ્યો હતો. તેમના મોતથી બે પુત્રી અને એક પુત્ર મળી ત્રણ સંતાનો તથા પરિવારજનો નોધારા થઇ જતાં ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી.

(1:02 pm IST)