Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

મારૂતીનગર -એરપોર્ટ રોડ ડામરથી મઢાશે : મેયરના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકાના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૦૨માં આવેલ મારૂતીનગર, એરપોર્ટ રોડનું ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત મેયર બિનાબેન આચાર્ય, વોર્ડ નં. ૦૨ના કોર્પોરેટર અને મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, અને ડો.દર્શિતાબેન શાહ, સોફીયાબેન દલના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે વોર્ડ નં.૦૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ના પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ના મહામંત્રી દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા, ધર્મેન્દ્રભાઈ મિરાણી, રાજેન્દ્રસિંહ ગોહેલ, રાજુભાઈ લાખાણી, દીપભાઈ તાવીયા, વિક્રમસિંહ જાડેજા, વિજયભાઈ પરમાર, ભરતભાઈ કાઠી, ઓજેફાભાઈ સાકીર, જેન્તીભાઈ બુધેલીયા, અંકીતભાઈ લાખાણી, અજયભાઈ જાડેજા, જયરાજસિંહ જાડેજા, રાજુભાઈ પારેખ, છેલ્લાભાઈ, હાર્દિકભાઈ વોરા, જે. ડી. ઉપાધ્યાય, દિલીપભાઈ વોરા સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(2:38 pm IST)