Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી તરીકે ડી,વી, બસીયા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નવા એસીપી ડી,પી, ચુડાસમા,રાજકોટ રૂરલના શ્રુતિ મહેતા સહિતના ડીવાયએસપીના ફેરફારો : આઠ તાલીમી આઈપીએસ પણ બદલાયા

રાજકોટ : ગુજરાતમાં વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા આઠ પ્રોબેશ્નલ આઈપીએસની બદલી સાથે ડીવાયએસપી કક્ષાએ ફેરફારો સાથે ચોંકાવનારા પોસ્ટીંગો કરવામાં આવ્યા છે,

આઇપીએસ પ્રોબેશ્નરોની બદલીમાં સુરેન્દ્રનગરમાં શૈફાલી બરવાળાને દાહોદ, અમરેલીના સુશીલ અગ્રવાલને બનાસકાંઠા,જામનગરના હર્ષદ ને ભાવનગર,બદલવામાં આવ્યા છે,

ડીવાયએસપી કક્ષાએ ( મદદનીશ પોલીસ કમિશનર ) જે ફેરફારો થયા છે તેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસીપીની ખાલી જગ્યા પર લીમડીના ડીવાયએસપી ડી,વી, બસીયાની  પસંદગી કરવામાં આવી છે,

ડીવાયએસપી કક્ષાના ડી,વી,બસિયા રાજકોટ શહેરનો ખુબ જ બહોળો અનુભવ ધરાવે છે, તેઓએ પોલીસ ઇન્સ, તરીકે એસઓજી વિભાગમાં રાજકોટમાં યશસ્વી કામગીરી બજાવી હતી,ખુબ જ નામના મેળવી હતી,તેઓ સામાન્ય લોકોની ફરિયાદો ખુબ જ ધ્યાનથી સાંભળનારા હતા ગુન્હેગારો સામે આકરી કાર્યવાહી માટે જાણીતા છે,

 આ સિવાય જે ઓર્ડર થયા છે તેમાં ભૂતકાળમાં રાજકોટ એસીપી તરીકે ફરજ બજાવનાર દાહોદના ડીવાયએસપી કલ્પેશ ચાવડાની ખેડા,ખેડાના વિજય રાઠોડને આઇબીમાં, ભાવનગરના ભાવનગરના ઠાકરને આઇબીમાં મુકાયા છે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી દેવભૂમિ દ્વારકા ( એસસી એસટી ) રાજકોટ રૂરલના સૃતિ મહેતાને ગાંધીનગર, લોકલ આઇબીમાં મુકવામાં આવ્યા છે મૂળ રાજકોટના હાલ અમાદાવાદ ક્રાઇમ બરંચના એસીપી તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ ગોહિલને જૂનાગઢ ચોકી મુકતો હુકમ કરવામાં આવ્યો છે અમદાવાદ ક્રાઇમમાં ભગીરથસિંહ ગોહિલના સ્થાને અમદાવાદ એસીબીના ડી પી ચુડાસમાને મુકવામાં આવ્યા છે ગાંધીનગરમાં અક્ષરધામના આતંકી હુમલા સમયે ડી,પી, ચુડાસમાએ ખુબ જ સારી કામગીરી બજાવી આતંકી હુમલાનો સામનો કરેલો હતો, જે તે સમયે તેઓ ઘાયલ પણ થયા હતા,

(7:11 pm IST)