Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સિવિલ હોસ્પિટલ ચોકમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી

વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૪: સિવિલ હોસ્પિટલ ચોક ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા નજીકથી આશરે ૫૦ વર્ષના અજાણ્યા પુરૂષ બેભાન મળતાં ૧૦૮ને બોલાવાઇ હતી. તેના ઇએમટી બ્રિજેશભાઇએ આ પુરૂષને મૃત જાહેર કરતાં એ-ડિવીઝનના પીએસઆઇ એસ. એચ. નિમાવતે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી કોલ્ડ રૂમમાં રખાવ્યો છે. મૃતકે આસમાની કલરનો જીણી ચેકસવાળો શર્ટ, બ્લુ રંગનું લાલ લખાણવાળુ પેન્ટ પહેર્યુ છે. માથાના વાળ સફેદ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:40 pm IST)