Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વર્ષા દારૂના ૫૦ 'ચપલા' સાથે પકડાઇઃ પતિ વિશાલની શોધ

તાલુકા પોલીસે જશરાજનગરમાં દરોડો પાડ્યો

રાજકોટ તા. ૧૪: મવડી ૧૫૦ ફુટ રીંગ પર રાધે હોટેલ પાછળ જશરાજનગર-૬માં રહેતી વર્ષા વિશાલ ઉર્ફ બાુ ભડેલીયા નામની મહિલાને તાલુકા પોલીસે રૂા. ૭૫૦૦ના દારૂના ૫૦ 'ચપલા' સાથે પકડી લીધી છે. આ દારૂ તેનો પતિ વિશાલ ઉર્ફ બાબુ કાળુભાઇ ભડેલીયા (રજપૂત) લાવ્યો હોવાનું તેણીએ કહેતાં તેની શોધખોળ થઇ રહી છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા, હેડકોન્સ. વિજયગીરી, કોન્સ. ભગીરથસિંહ, અરજણભાઇ, રવિરાજભાઇ, કિશનભાઇ, વિરેન્દ્રસિંહ જાડેજા, ધર્મરાજસિંહ, મનિષભાઇ, હર્ષરાજસિંહ અને પુનમબેન આહિર તથા રૂપેશભાઇ ઠુમ્મરે આ કામગીરી કરી હતી.

(1:05 pm IST)