Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

પૂ.ધીરગુરૂદેવના સાંનિધ્યે માસક્ષમણના તપસ્વીનું બહુમાનઃ જૈનશાળા વેબનો પ્રારંભ

રાજકોટ : શ્રી કમાણી જૈન ભવન, કોલકતાના આંગણે પૂ. શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં શ્રીમતી રાધિકા આશિષ પટેલની ૩૦ ઉપવાસ - માસક્ષમણ તપની ઉગ્ર તપશ્ચર્યા અનુમોદનાર્થે ભકતામર રહસ્ય પ્રવચન મધ્યે રસકારની ગાઇડ લાઇન મુજબ સંઘ નવલખા સંઘ ટલીગંજ, ગુરૂગિરી, ભકિત ગ્રુપ, કાઠિયાવાડી સ્થા. જૈન સમાજ, જૈન જાગૃતિ મહિલા મંડળ વગેરેના પ્રતિનિધિ તેમજ જયોત્સનાબેન ચંદ્રવદનભાઇ દેસાઇએ રૂ.ર૧૦૦૦ અને અલ્પેશ શાહ આકર્ષક નવકાર ફ્રેમથી બહુમાન કરેલ. તા.૧૪ના સવારે ૯.૩૦ કલાકે પારણા સંપન્ન થયા છે. તિલકનો લાભ વીણાબેન કિરીટભાઇ મહેતાએ લીધેલ.

જૈન માઇનોરિટી કમીશન ઓફ વેસ્ટ બેંગાલના મેમ્બર શ્રી અશોકભાઇ તુરખીયાના પ્રયત્નથી સરકારી નિયમને આધીન મર્યાદિત સંખ્યામાં ભાવિકોને આવવાની વ્યવસ્થા કરાયેેલ છે.

ચંદના સ્વાધ્યાય મંદિર - જૈન શાળાની વેબસાઇડનું લોન્ચિંગ શ્રી ચંદ્રવદન દેસાઇ, પ્રફુલભાઇ મોદી, શૈલેન અવલાણી, પંકજ મોદી વગેરેએ કરેલ. શ્રીમતી રૂપલ અવલાણીએ પ્રગતિનો અહેવાલ આપેલ. કાર્યક્રમને સફળ બનાવવા સંઘ અને ચાતુર્માસ કમિટીના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(2:41 pm IST)