Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

પોલીસ હેડકવાર્ટર કેમ્પસમાં ત્રણ શખ્સો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

પોલીસ હેડકવાર્ટરના પીઆઇ કોટડીયા સહિતે ત્રણેયને દબોચ્યાઃ ત્રણેય નિવૃત પોલીસમેનના પુત્રઃ કોસ્મો સિનેમા પાસેથી કારમાં યુવક અને યુવતી નશાની હાલતમાં પકડાયા

રાજકોટ તા.૧૪ : રેસકોર્ષ રીંગરોડ પર પોલીસ સહેડકવાર્ટરમાં ગેસ એજન્સીની પાછળથી ત્રણ શખ્સોને પ્રનગર પોલીસે દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા છે જયારે તાલુકા પોલીસે કાલાવડ રોડ પર કોસ્મો સીનેમા સામેથી યુવક અને યુવતી કારમાં પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ પોલીસ હેડ કાવર્ટરના પી.આઇ એમ.એ.કોટડીયા તથા પીએસઆઇ એમ.એન.બોરીસાગર સ્ટાફ સાથે હેડકવાર્ટર કેમ્પસમાં ચેકીંગમાં હતા ત્યારે પોલીસ હેડકવાર્ટરમાં આવેલ ગેસ એજન્સીની પાછળ ત્રણ શખ્સો બેઠા હતા શંકા જતા ત્રણેયને ચેક કરતા ત્રણેય નશો કરેલી હાલમાં જણાતા તેણે તાકીદે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી અને ત્રણેયને પીસીઆર વાનમાં પ્રનગર પોલીસ મથકે લવાયા હતા. બાદ પીસીઆરના ઇન્ચાર્જ ત્રણેયના નામ પુછતા ત્રણેયે પોતાનુ નામ ધર્મદીપસિંહ દીવાનસિંહ વાઘેલા (ઉ.ર૯) (રહે. જામનગર રોડ સત્યમ શિવમ સુંદરમ સોસાયટી શેરી નં.ર), કુલદીપસિંહ શુરૂભા જાડેજા (ઉ.૩ર) (રહે. જામનગર રોડ વિનાયક વાટીકા શેરી નં.૧) અને ગૌરાંગ અનીલભાઇ રાવલ (ઉ.ર૯) (રહે. રૈયા રોડ રામેશ્વર પાર્ક-૧) જણાવ્યું હતું પોલીસે દારૂભરેલી પ્લાસ્ટીકની બોટલ કબ્જે કરી ત્રણેયની ધરકડ કરી હતી ત્રણેય નિવૃત પોલીસમેનના પુત્ર હોવાનું જાણવા મળ્યું છે આ અંગે એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને રાઇટર માયાબેન સાટોડીયાએ તપાસ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ.જી. અબાસણા સહિત કાલાવડ રોડ કોસ્મોપ્લેક્ષ સીનેમા પાસે વાહન ચેકીંગમાં હતા ત્યારે એક કાળાકાચવાળી કાર રાજકોટથી કાલાવડ તરફ પુરઝડપે જતી હોવાની  જાણ થતા પીએસઆ એ.જી.અબાસણા સહિતે કાળા કાચવાળી કારને શંકાના આધારે રોકી તલાશી લેતા કારમાં એક યુવક અને યુવતી બેઠેલા હતા પોલીસે કાર ચાલક પાસે લાયસન્સ તથા કાગળો માગતા કારચાલક ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. બાદ પોલીસે ચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ રાજ નિલેશભાઇ કાપડી (ઉ.ર૦) (રહે. ગાંધીગ્રામ રામાપીર ચોક પાસે શાસ્ત્રીનગર સોસાયટી મેઇન રોડ) અને તેની સાથે યુવતીએ પોતાનુ નામ રીધ્ધી ઉર્ફે જન્નત દીપકભાઇ વૈષ્ણવ (ઉ.ર૦) (રહે. અવધનો ઢાળ પ્રકાશ એપાર્ટમેન્ટ-ર બ્લોક નં. પ) જણાવ્યું હતું પોલીસ તપાસ કરતા બંને નશો કરેલી હાલમાં જણાતા બંનેની ધરપકડ કરી હતી.

(2:42 pm IST)