Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

જીયાણાના પટેલ યુવાનની એસીડ પીવડાવીને હત્યા કરવાના ગુનામાં આરોપીઓની જામીન અરજી પાછી ખેંચાઇ

રાજકોટ,તા. ૧૪: જીયાણા ગામમાં પટેલ યુવાનને એસીડ પીવડાવીને હત્યા કરવાના ગુન્હામાં આરોપી જીતેન્દ્ર ચનાભાઇ રામાણી તથા ચનાભાઇ મોહનભાઇ રામાણીની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફરી વખત ચાર્જશીટ બાદ રદ (વીથડ્રો) કરાવેલ છે.

આ બનાવની વિગત એવી છે કે જયેશભાઇ છગનભાઇ રામાણી રહે. કબીરવન સોસાયટી, રાજકોટવાળ ચાંદીના દાગીના બનાવવાનો વ્યવસાય કરતા હતા. આ કામમાં  મૃત્યુ પામનાર જયેશભાઇ છગનભાઇ રામાણી ઉવ.આ ૩૫ આ કામના ત્હોમતદાર કિશોરભાઇ ચનાભાઇને ચાંદીના દાગીનાનો ઉધાર માલ આપેલ હતો. જે પેટે રૂ. ૨૬,૦૦,૦૦૦ અંકે રૂપિયા છવ્વીસ લાખ પુરા ગુજરનાર જયેશભાઇ છગનભાઇ રામાણીને કિશોરભાઇ ચનાભાઇ પાસેથી લેવાના હોગ જેની ઉઘરાણી ગુજરાનાર અવાર નવાર આ કામના આરોપી કિશોર ચનાભાઇ પાસે કરતા હોય જેના અનુસંધાને કિશોર ચનાભાઇ ચાંદીના માલ પેટેના રૂપિયા આપતા ન હોય અને ગુજરનાર તેની વારંવાર ઉઘરાણી કરતા હોય જેના ભાગરૂપે ગત તા. ૫/૧૧/૧૮ના રોજ આ કામના આરોપી કિશોરે ગુજરનાર જયેશ છગનભાઇ રામાણીને બોલાવેલ  અને ગુજરનાર આરોપીના કહેવા મુજબ જીયાણા ગામે ગયેલ અને ત્યાં આ કામના ત્હોમતદાર કિશોર ચના તથા ચના મોહન, જીતેન્દ્ર ઉર્ફે જતીન ચનાએ તેમના જીયાણા ગામે બંને આરોપી ચનાભાઇ તથા જીતેન્દ્ર ઉર્ફે જતીનએ ગુુજરનાર જયેશ છગનભાઇ રામાણીને પકડી રાખીને આ કામના આરોપી કિશોર ચનાએ એસીડ પીવડાવેલ. જેથી સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજેલી હતું.

આ કામના મુખ્ય આરોપી કિશોર ચનાભાઇ રામાણીએ પેરોલ દરમ્યાન પોતાની ઘરે એસીડ પીને સુસાઇડ કરી લીધેલ. અને આ કામના અન્ય આરોપીઓ ચનાભાઇ મોહનભાઇ રામાણી, તથા જીતેનભાઇ ચનાભાઇ રામાણીએ ફરીવાર મુખ્ય આરોપી ગુજરી જતા બદલાયેલા સંજોગોો ધ્યાનમાં રાખી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતાં સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજુર કરેલ. ત્યારબાદ આરોપી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અલગ અલગ કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર મુકત થવા જામીન અરજી દાખલ કરેલ અને ગુજરાત હાઇકોર્ટમાં દલીલોના અંતે બંને આરોપીઓ દ્વારા સદરહું જામીન અરજી વિથડ્રો કરેલ હતી.

આ કામમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં મુળ ફરીયાદી છગનભાઇ રામાણી વતી વિરાટ પોપટ તથા સ્પે. પી.પી. તરીકે નિતેશ કથીરીયા તથા મુળ ફરીયાદી વતી ભગીથરસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, જયવીર બારૈયા, મીલન જોષી, રવિરાજસિંહ જાડેજા, દીપ વ્યાસ, ખોડુભા સાકરીયા, કુલદીપ ચૌહાણ, જયપાલ સોલંકી એડવોકેટ તરીકે રોકાયેલા છે.

(2:48 pm IST)