Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ઇન્સ્યોરન્સ કંપનીએ ખોટી રીતે કાપેલ રકમ વ્યાજ સાથે ચુકવવા ગ્રાહક ફોરમનો આદેશ

રાજકોટ,તા. ૧૪: ધી ઓરીઅંટલ ઇન્સયોરન્સ કં.લી.એ. ગ્રાહકના ખોટી રીતે કાપેલ ઇન્સ્યોરન્સની રકમ ચડત વ્યાજ, વળતર, ખર્ચ સહીત ચુકવવા રાજકોટ જીલ્લા ગ્રાહક તકરમર નિવારણ કમિશને હુકમ કર્યો હતોફ

રાજકોટના રહેવાસીશ્રી મનસુખભાઇ એચ. દેવડાએ પોતાના ફેમીલીના સભ્યો માટે ધી ઓરીઅંટલ ઇન્સયોરન્સ કં.લી. પાસેથી આશરે ૨૦૧૧ થી ૨૦૧૯ સુધી સતત (કન્ટીન્યુ) મેડીકલેમ ઇન્સ્યુરન્સ પોલીસી લીધેલ હતી. મેડીકલ ઇન્સયોરન્સ પોલીસી સમય દરમ્યાન તેઓનું એકસીડન્ટ થતા તેઓએ રાજકોટની હોસ્પિટલમાં સારવાર લીધેલ હતી. જે બદલ તેઓને અંદાજીત રૂ. ૮૧,૦૦૦ નો ખર્ચ થયેલ હતો અને આ રકમ પરત મેળવવા માટે તેઓએ ઇન્સયોરન્સ કંપનીમાં કલેઇમાં દાખલ કરેલ હતો.પરંતુ સદરહું કંપની દ્વારા મનસુખભાઇ એચ.દેવડાના કલેઇમ મુજબની રકમ પૈક રૂ.૩૪,૧૫૪ ખોટી રીતે પોલીસીને ટમ્સ એન્ડ કન્ડીસન્સના બહાનાઓ બતાવી રકમ કાપી લીધેલ હતી. જે બદલ તેઓએ પોતાના એડવોકેટ ધવલ દેવડા થ્રુ કંપનીને લીગલ નોટીસ પણ પાઠવેલ હતી. પરતુ કંપની દ્વારા કોઇ પણ જાતના સંતોષકારક જવાબ કે કલેઇમ મુજબની પુરેપુરી રકમ (વળતર) ન મળતા તેઓએ એડવોકેટ ધવલ દેવડા દ્વારા રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં ધી ઓરીઅંટલ ઇન્સયોરન્સ કં. લી. સમક્ષ ખોટી રીતે કાપેલ ઇન્સયોરન્સની રકમ રૂ. ૩૪,૧૪૫ ૧૮ % ચડત વ્યાજ, દુઃખ ત્રાસ વળતર  રૂ.૧૫,૦૦૦ અને કાનુની ખર્ચ રૂ.૨૦,૦૦૦ વસુલવા દાદ માંગી હતી.

આ ફરીયાદ ગ્રાહક ફરીયાદ નિવારણ ફોરમમાં ચાલતા ધી ઓરીઅંટલ ઇન્સયોરન્સ કં.લી. એ ખોટી રીતે અને પોલીસીની ટર્મ્સ એન્ડ કન્ડીસન્સની વિરૂધ્ધ જઇ ગ્રાહકને પોલીસી ડર બતાવીને ઇન્સયોરન્સ -કલેઇમની રકમ ખોટી રીતે કપાત કરેલ છે. તેવું રેકર્ડ પર આવ્યું હતું. આ કેસ ચાલતા એડવોકેટશ્રી ધવલ દેવડાની રજુઆત, પુરાવા અને દલીલો ધ્યાને લઇને ફોરમના પ્રમુખ એમ.વી. ગોહેલ. તથા સભ્ય એ.પી.જોશીએ ગ્રાહકની ફરીયાદ મંજુર કરીને ધી ઓરીઅંટલ ઇન્સયોરન્સ કં.લી. ને રૂ. ૨૬,૨૮૦ ફરીયાદ દાખલ થયાની તારીખથી એટલે કે તા. ૨૪/૪/૧૯ થી વાર્ષીક ૭ ટકાના ચડતા વ્યાજે અને અરજી ખર્ચ અને માનસીક દુઃખત્રાસના રૂ. ૧૫૦૦ દિવસ ૩૦માં ચુકવી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં ગ્રાહક ફરીયાદ વતી યુવા એડવોકેટ ધવલ દેવડા રોકાયા હતા.

(2:49 pm IST)