Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

માધાપરની જામીનના કૌભાંડના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા. ૧૪ :  માધાપરમાં આવેલ પર૮ વાર મીલ્કતનો બોગસ દસ્તાવેજ થયાના ગુનામાં સંડોવાયેલ મોરબીના આમરણ ગામે રહેતા આરોપી વિરમ પ્રાગજી થારૂકીયા નામના દેવીપૂજક શખ્સે જામીન પર છુટવા કરેલ અરજીને સેસન્સ અદાલતે નકારી કાઢી હતી.

આ બનાવ અંગે ફરીયાદી યોગેન્દ્ર કંચનસાણે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદની વિગતમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદીના માતુશ્રીની માધાપર ઘંટેશ્વર વિસ્તારમાં આવેલ જમીનનો ખોટો દસ્તાવેજ બનાવીને કૌભાંડ કરવામાં આવ્યું હતું.

આ ગુનામાં આરોપીએ જામીન પર  છુટવા અરજી કરતાં સરકારી વકીલ સમીર ખીરાએ રજુઆત કરેલ કે, આરોપી સામે ગંભીર ગુનો છે. આરોપીએ સાક્ષી તરીકે સહી કરેલ છે. આવા ગંભીર ગુનામાં જામીન પર છોડી શકાય નહીં.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને કોર્ટે આરોપીની જામીન અરજીને રદ કરી હતી.

આ કામમાં સરકાર પો એ.પી.અી.  સમીર એમ. ખીરા રોકાયા હતાં.

(2:49 pm IST)