Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સાસુની હત્યાના ગુનામાં પકડાયેલી જમાઇની જામીન અરજીને કોર્ટ ફગાવી દીધી

રાજકોટના સણોસરા ગામે આરોપીએ સાસુની હત્યા કરી હતી

રાજકોટ, તા. ૧૪ :  સાસુની હત્યાના ગુન્હામાં જમાઇની જામીન અરજી સેસનસ કોર્ટે રદ કરી હતી.

ગત તા. ૧૭-૪-ર૦ ના રોજ બપોરના સણોસરા ગામ પાસે કાચા રસ્તા ઉપર ઝુંપડામાં રહેતા આરોપી ગગજીભાઇ સામતભાઇ જખાણીયાએ તેમના સાસુ કુંવરબેન વાલાભાઇ સાડમીયાને સામાન્ય બોલાચાલીમાં માથામાં ધોકો મારી હત્યા નિપજાવી નાખેલ.

બનાવ બાદ આરોપીને પોલીસે પકડી જેલ હવાલે રહેલ આરોપીએ સેસન્સ કોર્ટમાં જામીન ઉપર છુટવા અરજી કરતા સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ્ધ કરતા જણાવેલ કે આરોપીએ નજીવી બાબતમાં તેમના સાસુની હત્યા નિપજાવી નાખેલ છે. આવા જનૂની લોકો ને જામીન આપવામાં આવે તો સમાજમાં ભયની લાગણી ફેલાશેે અને આવા હત્યાના ગુન્હેગારોને જામીન આપવા ન જોઇએ.

સદરહું સરકાર પક્ષની દલીલને ધ્યાને લઇ સેસન્સ જજશ્રી યુ.ટી.આઇ.એ આરોપીની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતી.

(2:50 pm IST)