Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે શહેર ભાજપ દ્વારા સેવા સપ્તાહ ઉજવણીનો પ્રારંભ

રાજકોટ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની ઉજવણીરૂપે પ્રદેશ ભાજપની યોજના મુજબ વિવિધ સેવાકીય કાર્યો થકી 'સેવા સપ્તાહ' ઉજવવા આયોજન કરાયુ છે. તે અંતર્ગત  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા આજથી તમામ વોર્ડમાં સેવાકીય કાર્યક્રમો યોજવાનો આરંભ કરાયો છે. તા. ૧૯ સુધી વોર્ડ નં. ૧ થી ૧૮ માં જરૂરતમંદ દિવ્યાંગોને સાધન સહાય, સફાઇ ઝુંબેશ, ડીડીટી છંટકાવ, વૃક્ષારોપણ, માસ્ક વિતરણ, રકતદાન કેમ્પ, ચશ્મા વિતરણ, નોન કોવિડ હોસ્પિટલોમાં ફ્રુટ વિતરણ સહીતના કાર્યક્રમો યોજાશે. દરેક વોર્ડમાં ઇ-બુકનું લોન્ચીંગ કરાશે. નરેન્દ્રભાઇ મોદીએ કરેલા વિકાસ કાર્યો અંગે જીવન કવન વર્ણવવા વેબીનાર યોજવામાં આવશે. આ માટે મહાનગર ઇન્ચાર્જ તરીકે કિશોરભાઇ રાઠોડ અને પુષ્કરભાઇ પટેલની વરણી કરવામાં આવી છે. ઉપરાંત વોર્ડ વાઇઝ નિમણુંકો કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે વોર્ડ નં. ૧ થી ૮ માં યોજાયેલ વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમોમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, મહામંત્રી દેવાંગ માંકડ, કિશોરભાઇ રાઠોડ, ડે. મેયર અશ્વિન મોલીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, વોર્ડ નં. ૧ માંથી હીતેશ મારૂ, કાનાભાઇ ખાણધર, જયરાજસિંહ જાડેજા, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, નાગજીભાઇ વરૂ, લલિત વાડોલીયા, વોર્ડ નં. ર માંથી નરેન્દ્રસિંહ ઠાકુર, અતુલ પંડીત, દશરથભાઇ વાળા, ભાવેશ ટોયટા, મનીષ રાડીયા, ડો. દર્શીતાબેન શાહ, પૃથ્વીસિંહ વાળા, વોર્ડ નં. ૩ માં હેમભાઇ પરમાર, રાજુભાઇ દરીયાનાણી, હીતેશ રાવલ, વોર્ડ નં. ૪ ના સી. ટી. પટેલ, કાનાભાઇ ઉઘરેજા, દીનેશ ચૌહાણ, પરેશ પીપળીયા, વોર્ડ નં. ૫ ના દીલીપ લુણાગરીયા, રમેશ અકબરી, પ્રીતીબેન પનારા, સંજય ચાવડા, નીલેશ ખુંટ, મુકેશ ધનસોતા, અનીલ રાઠોડ, વોર્ડ નં. ૮ માંથી નીતિન ભૂત, અશ્વિન પાંભર, કાથડભાઇ ડાંગર, તેજશ જોષી, મહેશ રાઠોડ, રઘુભાઇ ધોળકીયા, જાગૃતિબેન ધાડીયા, રાજુભાઇ અઘેરા, ડી. બી. ખીમસુરીયા, કીરણબેન માંકડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:50 pm IST)