Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

દોશીમાં ICUવાળા ૧૮ બેડ આજથી કાર્યરતઃ મવડીમાં ૩૫ બેડની શીવાનંદ મીશન દ્વારા કોવીડ હોસ્પીટલ

ગોંડલ-ધોરાજી-જસદણમાં વધુ ત્રણ નવી હોસ્પીટલો ર થી ૩ દિવસમાં ખોલાશે : અમદાવાદથી આવેલ ૮૦ ડોકટરોને હોટલમાં ઉતારાઃ સુુરતથી ૧ર૦નો નર્સીંગ સ્ટાફ મુકાયો

રાજકોટ તા. ૧૪: કલેકટર તંત્ર દ્વારા કોરોનાના વધતા કહેર સામે ધડાધડ નવી હોસ્પીટલો શરૂ કરાઇ રહી છે, તો બેડનું પ્રમાણ પણ વધારવામાં આવી રહ્યું છે, આજના લેટેસ્ટ રીપોર્ટ મુજબ સવારે ૧૧ સુધીમાં રાજકોટમાં સરકારી ખાનગી હોસ્પીટલ થઇને કુલ ૪૧પ બેડ ખાલી હતા. દરમિયાન એડીશ્નલ કલેકટરશ્રી પરિમલ પંડયાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે, દોશી હોસ્પીટલના એક ભાગમાં ૬૦ બેડની કોરોના હોસ્પીટલ શરૂ થઇ છે, અને બીજા ભાગમાં ICU વાળા ૧૮ બેડની આજથી શરૂઆત થઇ જશે.

તેમણે ઉમેર્યું હતું કે વીરનગરમાં કોવીડ કેર સેન્ટર શરૂ થયા બાદ હવે આજથી મવડીમાં શીવાનંદમીશન દ્વારા ૩પ બેડની નવી કોવીડ હોસ્પીટલ શરૂ કરી દેવાઇ છે.

આ ઉપરાંત ગોંડલ-ધોરાજી-જસદણમાં ર થી ૩ દિવસમાં કોરોના દર્દી માટે ઓકસીજન સાથેની નવી ત્રણ હોસ્પીટલ કાર્યરત થઇ જશે.

અમદાવાદથી આવેલ ૮૦ ડોકટરો અંગે તેમણે જણાવેલ કે દરેકને સીવીલમાં જવાબદારી સોંપાઇ ગઇ છે, અને તેઓને હોટલોમાં ઉતારા અપાયા છે, તથા સુરતથી વધુ ૧ર૦નો નર્સીંગ સ્ટાફ પણ ફરજ ઉપર કાર્યરત કરી દેવાયો છે.

(3:14 pm IST)