Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

તમામ ખાનગી કોવિડ હોસ્પીટલોને કો-ઓર્ડીનેટર રાખવા આદેશઃ કલેકટર કન્ટ્રોલ રૂમ સાથે સીધો સંપર્ક રાખવા તાકિદ

સીટીપ્રાંત-૧ શ્રી ગઢવીને ખાનગી કોવિડ હોસ્પીટલનો હવાલો સુપ્રતઃ વધારે ચાર્જ લેવા સંદર્ભની ૧૦ ફરીયાદોનો નીકાલઃ સંસ્કાર કોવિડ હોસ્પીટલે વધારે લીધેલા ૭૦ હજાર દર્દીને પરત અપાવાયાઃ પરમ હોસ્પીટલ વિરૂદ્ધ થયેલી ફરીયાદો ખોટી નિકળીઃ વ્યવસ્થીત અને સુવિધા સભર તેમજ નિયત ચાર્જ લઇને જ સારવાર થઇ રહ્યાનું સાબિત થયું

રાજકોટ તા.૧૪ : શહેરની તમામ ખાનગી કોવિડ હોસ્પીટલોને કલેકટર કન્ટ્રોલ રૂમ સાથે સીધાજ સંપર્ક રહેવા માટે ખાસ કો-ઓર્ડીનેટર મુકવા આદેશો કર્યા છે.

આ અંગે ખાનગી કોવિડ હોસ્પીટલોનો ખાસ હવાલો સંભાળી રહેલા સીટી પ્રાંત અધિકારી-૧ શ્રી ગઢવીના જણાવ્યા મુજબ  શહેરની ખાનગી કોવિડ હોસ્પીટલોમાં બેડની સંખ્યા સાધનો, આઇ.સી.યુ.ની વ્યવસ્થા દર્દીની સંખ્યા, હોસ્પીટલમાં દર્દી પાસેથી લેવાતો ચાર્જ, કેટલા બેડ ખાલી છે નવા દર્દીોને દાખલ કરવા વગેરે તમામ બાબતોની રજેરજની માહીતી કલેકટર કન્ટ્રોલ રૂમને મળે તે માટે દરેક ખાનગી કોવિડ હોસ્પીટલોમાં કો-ઓર્ડીનેટરની નિમણુંક કરવા આદેશો આપી દેવાયો છે.

આ ઉપરાંત ખાનગી કોવિડને લગતી ૧૮ ફરીયાદો પૈકી ૧૦નો નિકાલ કરાયો હતો.

જેમાં સંસ્કાર કોવિડ હોસ્પીટલ દ્વારા દર્દી પાસેથી બે વખત ૩પ-૩પ હજાર વધારે લેવાયાની  ફરીયાદ સાચી સાબીત થતા આ દર્દીને વધારાનો લેવાયેલા ચાર્જની રકમ પરત અપાવાઇ હતી.

જયારે ક્રાઇસ્ટ હોસ્પીટલને જવાબ રજુ કરવા જણાવેલ પરંતુ તેના જવાબ સંતોષ કારક નહી હોવાથી ફરીથી જવાબ રજુ કરવા જણાવેલ છે. અને પરમ હોસ્પીટલ વિરૂદ્ધ થયેલ ફરીયાદો ખોટી હોવાનું સાબીત થયું છે. તેમ સીટી પ્રાંત શ્રી ગઢવીએ જણાવ્યું હતું.

(3:43 pm IST)