Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોના સંક્રમણ અટકાવવા સહકાર : શંકાસ્પદ દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાં મોલકતા તબીબો

જનરલ પ્રેકટીસ કરતા તબીબો દ્વારા શરદી, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફવાળા દર્દીઓને માહિતી પુરી પાડવામાં આવે છે : ઉદિત અગ્રવાલ

રાજકોટ તા. ૧૪ : શહેરમાં કોરોનાને રોકવા અને કોરોનાની ચેઈનને તોડવા માટે રાજકોટ મહાનગરપાલિકા સહીત પ્રાઇવેટ તબીબોનો પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરના પ્રાઇવેટ તબીબો પાસે ચેકઅપ માટે ગયેલા દર્દીને જો શંકાસ્પદ લક્ષણો જણાય તો તુર્ત જ તેને મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટીંગ માટે રીફર કરવામાં આવે છે, જેનાથી કોરોનાની વહેલી સારવાર મળી શકે અને કોરોનાને સંક્રમણ થતું અટકાવી શકાય છે, શહેરના તમામ ફીઝીશ્યન તથા જનરલ પ્રેકટીસ કરતા તબીબો દ્વારા શરદી, ખાંસી, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ વાળા દર્દીઓની માહિતી મનપાને પૂરી પાડે છે તેમજ મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટીંગ મોકલે છે જેમાં રોજના ૧૦૦ થી ૧૫૦ રીફર કરાયેલ દર્દીઓનું વિનામુલ્યે ટેસ્ટીંગ કરવામાં આવે છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

હાલ શરદી, ઉધરસ, ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ જણાતા લોકો સરકારી અથવા પ્રાઇવેટ ડોકટરો પાસે તપાસ કરાવવા જાય છે ત્યારે પ્રાઇવેટ ડોકટરો દ્વારા જો દર્દીને કોરોના અંગેના શંકાસ્પદ લક્ષણો જણાય તો તુર્ત જ જે-તે દર્દીને સમજાવી અને મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટીંગ કરવા રીફર કરવામાં આવે છે. લોકો ટેસ્ટીંગ કરવાથી ગભરાય નહી અને વહેલું નિદાન વહેલી સારવાર મળી રહે તે બાબતે શહેરના પ્રાઇવેટ તબીબોનો બહોળો સહયોગ છે.

(3:51 pm IST)