Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

રાજકોટ ઝોન શાળા ફી કમીટીના અધ્યક્ષપદે નિવૃત જજ એચ.પી. બક્ષીની વરણી : અજયભાઈ પટેલ - વી.બી. ભેંસદડીયાની નિમણુંક

ત્રણ વર્ષ માટે ખાનગી શાળાઓની ફીનું માળખુ નક્કી કરતી કમીટીની રચના

રાજકોટ, તા. ૧૪ : ગુજરાત રાજય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ તરફથી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત એમ ચાર ઝોન ખાતે ફી નિયમન સમિતિની રચના કરવામાં આવી છે. ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કુલ એકટ - ૨૦૧૭ મુજબ જે સભ્યોની નિમણુંકને ૩ વર્ષ થઈ ગયા હોય તેના સ્થાને નવી કમીટીની રચના કરવામાં આવી છે. આ સંદર્ભે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા ઝોનમાં નવી કમીટીની રચના કરવામાં આવી છે.

રાજકોટ ઝોન માટે અધ્યક્ષ અને નિવૃત જિલ્લા જજ શ્રી એચ.પી. વીસી, શિક્ષણશાસ્ત્રી તરીકે નિવૃત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વી.બી. ભેંસદડીયા, રાજકોટ શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે અજયભાઈ પટેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ગીરીશભાઈ દેવડીયા, સિવિલ એન્જીનીયર તરીકે વી.સી. પાઠકની નિમણુંક કરવામાં આવી છે.આ કમીટી ખાનગી શાળાઓની ફીનું માળખુ નક્કી કરશે.

(3:51 pm IST)