Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સાધુ વાસવાણી રોડ પર આવેલા શિવશકિત પ્લાસ્ટીકમાંથી ૯ાા લાખનો માલ ભરી જવાયો!

ગુલાબભાઇ અને ઇમરાનભાઇ નામના ધંધાર્થીથી યુનિવર્સિટી પોલીસમાં લેખિત ફરિયાદ

રાજકોટ તા. ૧૪: સાધુ વાસવાણી રોડ પર ચાલી રહેલા શિવશકિત પ્લાસ્ટીક નામે ચાલી રહેલા સેલમાંથી પાંચ છ શખ્સો સાડા નવ લાખનો માલ ભરી ગયાની લેખિત ફરિયાદ થઇ છે.

આ બારામાં સાધુ વાસવાણી રોડ સિધ્ધનાથ મહાદેવ મંદિર પાસે શિવશકિત પ્લાસ્ટીક નામનું સેલ ચલાવતાં ગુલાબભાઇ ગીધાભાઇ રાઠોડ અને પાર્ટનર ઇમરાનભાઇ યુનુસભાઇ મિનિવાડીયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે આજે ૧૪મીએ વહેલી સવારે ચાર વાગ્યે જયેશ  અને તેના પિતા હંસરાજભાઇ તથા મિત્ર હર્ષદ અને મોનલ પટેલ પાંચેય એક સંપ કરી હથીયારો સાથે અમારા પ્લાસ્ટીકના સેલ ખાતે આવ્યા હતાં અને સિકયુરીટી ગાર્ડના ગળે છરી રાખી ડરાવી ધમકાવી તું રાજકોટ મુકીને જતો રહે અને તારા પરિવારને પણ રાજકોટ છોડી દેવાનું કહી દે તેમ કહી ધમકી આપી હતી. આ શખ્સો બાદમાં સિકયુરીટીની હાજરીમાં રૂ. ૯,૪૯,૫૦૦નો પ્લાસ્ટીકનો સામાન ભરીને લાલ કલરના આઇશરમાં જતાં રહ્યા હતાં.

આ આઇશર બાજુના મંદિરના ગેઇટ પાસેથી આવ્યું હતું. આ પહેલા એક વર્ષ પઅગાઉ આ પધ્ધતીથી બીજા વેપારીને ધમકાવી માલ ભરી જવામાં આવ્યો હતો. લૂંટની આ ઘટનામાં તપાસ કરી માલ પાછો અપાવવા અને ગુનો દાખલ કરવા ગુલાબભાઇ તથા ઇમરાનભાઇએ લેખિત અરજીમાં જણાવ્યું છે. આ મામલે જગ્યા પ્રશ્ને કોર્ટમાંમેટર પણ ચાલતી હોવાનું કહેવાય છે.

(3:54 pm IST)