Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

રમતા રમતા ભુલા પડેલા બાળકના પરિવારને શોધી મીલન કરાવતી ભકિતનગર પોલીસ

રાજકોટ : ભકિતનગર પોલીસ સ્ટેશનની બહાર ૪ વર્ષનો બાળક મળી આવતા તેને પોલીસ સ્ટેશનમાં લવાયો હતો. બાદ તેને પોતાનું અને તેના માતા-પિતાનું નામ પૂછતા તે કોઇ શબ્દ બોલતો ન હતો. બાદ પોલીસ મથકના પીઆઇ જે.ડી. ઝાલાને જાણ કરતા તેના માર્ગદર્શન હેઠળ મહિલા કોન્સ. હિરલબેન ભટ્ટ, દક્ષાબેન ગુજરાતી, સલીમભાઇ, રણજીતસિંહ તથા હોમગાર્ડના નયનાબેન ચાવડા, અને જાગૃતીબેન મકવાણા સહિતે પરિવારથી વિખુટા પડેલા બાળકના માતા-પિતાને શોધવા માટે  બાળકનો ફોટો  વોટસએપ ગ્રુપમાં મુકી તેના પરિવારને શોધવા માટે પ્રયત્ન હાથ ધરતા બાળક કોઠારીયા રોડ ઉપર રહેતા જીતેન્દ્રભાઇ જયંતીલાલભાઇ  મકવાણા (રહે. સુભાષનગર-૧) નો હોવાનું જાણવા મળતા તેને જાણ કરતા જીતેન્દ્રભાઇ પરિવાર સાથે પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને આ ચાર વર્ષના બાળકનું નામ દેવ જીતેન્દ્રભાઇ મકવાણા હોવાનું જાણવા મળ્યું હતું અને તે રમતા-રમતા ભુલો પડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

(3:56 pm IST)