Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

લોકડાઉન હાલના તબક્કે હિતાવહ નથીઃ રાજકોટ ચેમ્બર સાથેની બેઠકમાં મોટાભાગના વેપારી એસોસિએશનનો મતઃ સોશ્યલ ડિસ્ટેન્સ અને માસ્ક સાથે સેલ્ફ પ્રિકોશન લઇને બજારો ચાલુ રાખવા નિર્ણયઃ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ સાથે 'અકિલા'ની વાતચીત

એક સપ્તાહના લોકડાઉનથી કોઇ ફેર પડે તેવુ લાગતુ નથીઃ વેપારીઓનો મતઃ ચેમ્બર સાથે જોડાયેલા ૫૭ એસોસિએશનો પૈકી ૪૮ એસોસિએશનો સર્વાનુમતે બજારો ચાલુ રાખવા સહમત

રાજકોટઃ શહેરમાં કોરોના સંક્રમણ વધતુ અટકાવવા વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લે તે પ્રકારના સૂચનો વહેતા થતા આજે ચેમ્બર ઓફ કોમર્સના નેજા તળે વિવિધ એસોસિએશનના હોદ્દેદારો સાથે ઓનલાઇન કોન્ફરન્સ યોજાઇ હતીઃ આ બેઠકમાં ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશના પ્રમુખ પ્રનંદ કલ્યાણી, સિમેન્ટ એસોસિએશનના અરવિંદ ટાંક, શાપર-વેરાવળ એસોસિએશનના યશ રાઠોડ, લાખાજીરાજ વેપારી મંડળના જયમીન ઠાકર,  હોલસેલ હોઝીયરીના ભુપેન્દ્ર છાંટબાર વગેરેએ સ્વૈચ્છિક લોડાઉનથી વેપારીઓની આર્થિક હાલત વધુ કફોડી બનશે તેવો મત દર્શાવી લોકડાઉનના બદલે સેલ્ફ પ્રિકોશનના પગલા લેવા સૂચન કરેલઃ પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવેલ કે સરકાર જો કડક લોકડાઉન જાહેર કરે તો જ પ્રજા માને અન્યથા બધી મહેનત પર પાણી ફરી વળશેઃ હાલના સંજોગોમાં આ કરવુ જરૂરી

(4:46 pm IST)