Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ઉત્સવનો આનંદઃ નકારાત્મક ઉર્જાને તિલાંજલિ સાથે હકારાત્મક વિચારોનું સિંચન એટલે દીપોત્સવી પર્વ દિવાળી

નવી ઉમ્મીદો સાથે શહેર રોશનીથી ઝળહળ્યું

તિથિના સંયોગ વચ્ચે બપોરે ૨.૧૯ વાગ્યા પછી દિવાળી, પુજા માટે સાંજના મુહૂર્ત

રાજકોટ,તા. ૧૪: રોશની અને પ્રકાશનું પર્વ ગણાતી દિવાળીની રોનક શહેરમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. કોરોના મહામારી, મોંઘવારી, મંદી સહિતના વિવિધ પરિબળો વચ્ચે પણ છેલ્લા એક અઠવાડિયાથી બજારમાં દિવાળીની ધૂમ જોવા મળી રહી છે. શહેરના માર્ગો, ઇમારતો પર રોશની સાથે જ શહેરીજનોમાં ઉત્સાહ, ઉમંગનો સંચાર થયો છે. એવામાં હવે સુખ, શાંતિ, સમૃદ્ઘિના પ્રતિકસમાન દિવાળી પર્વની આજે શનિવારે શહેરમાં ધામધૂમથી ઉજવણી થશે. સારી-નરસી, ખાટી-મીઠી યાદો સાથે વિક્રમ સંવત-૨૦૭૬ના વર્ષને વિદાય આપવામાં આવશે. જોકે, શનિવારે બપોરે ૨.૧૯ વાગ્યા સુધી ચૌદશ હોય ત્યાર પછી દિવાળી ગણાશે. તેમજ પૂજા માટે સાંજના મુહૂર્ત છે.

હિન્દુ સમુદાયમાં દિવાળી પર્વનું અનેરું મહત્વ છે. નકારાત્મક ઊર્જાને તિલાંજલિ સાથે જ હકારાત્મક વિચારોના સિંચન, જૂની યાદોને ભૂલીને નવી આશા, સપનાઓની આશાને દિવાળી સાથે જોડવામાં આવે છે. દિવાળી સુખ-સમૃદ્ઘિ અને આર્થિક વિકાસનું પણ પ્રતિક છે. પરંપરાગત રીતે શનિવારે દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી થશે. ટાબરીયાઓ રાત્રિએ ફટાકડા, આતશબાજી ફોડીને ઘર-ઓફિસમાં, શહેરીજનો ઘર-ઓફિસમાં દીપ પ્રગટાવીને પ્રકાશ પર્વને આવકારશે. જોકે. ચાલુ વર્ષે તિથીના વિચિત્ર સંયોગ વચ્ચે બપોરે ૨.૧૯ વાગ્યા પછી દિવાળી ગમાશે. જેને પગલે બપોર પછી પૂજા-અર્ચના થશે અને સાંજે આકાશમાં આતશબાજીની ધૂમ દેખાશે. ઘર અંગાણે રંગોળીની રંગત જામશે.

બપોર ૨.૨૦ થી રાત્રિએ ૧૦.૧૪ સુધી ચોપડા પૂજન કરવા માટેનું શુભ મુહૂર્ત

. શાસ્ત્રી ડો. કર્દમ દવેના જણાવ્યા મુજબ. સૌદર્યના ઉપાસકો માટે રૂપ (નરક) ચતુર્દશીનું ત્રિરાત્રી દ્વતારંભ શનિવારે થશે. સૌદર્ય માટે ખાસ તેલ, અભ્યંગરનાન તેમજ વિશેષમાં દહીં આમળા, અરીઠા, કંકોલા. હળદર, ગુલાબજળ. ગોરોચન. કેસરમિશ્રિત અભ્યગસ્નાનનો શ્રેષ્ઠ સમય શનિવારે સવારે ૪.૪૧થી ૬.૫૦ સુધીનો છે. શનિવારે બપોરે ૨.૧૯ પછી દિવાળી ગણાશે. જેથી દિવાળી અંગેના તમામ કામકાજ જેવા કે બાકી રહી ગયેલા ચોપડા લાવવાના હોય તો તે. શ્રી શુભ-લાભ લખવા, વહીપુજન, લક્ષ્મીપુજન, ધનપુજન. શારદાપુજન ચોપડાપુજનમ, ધધાના સોદાની નોંધ કરવી, બેઠક ગોઠવવી, દેવસ્થાનમાં મુર્તિ પધરાવવી વગેરે માટે શનિવારે બપોર પછી રવાતિ નક્ષત્રયુકત મૃહર્ત છે. બપોરે ૨.૨૦થી ૩.૧૦, સાંજે ૫.૦૧થી રાત્રિએ ૮.૦૫, રાત્રિએ ૯.૧૦થી ૧૦.૧૪ સુધીના મૃહત શ્રેષ્ઠ છે. દિવાળીના દીવા મૃકવા માટેનો શ્રેષ્ઠ સમય રાત્રિએ ૭.૦૧થી ૧૦.૦૫ સુધીનો છે. રવિવારે સવારે ૧૦.૩૯ વાગ્યા સુધી દિવાળી છે. જેને પગલે રૂપસૌદયંવર્ધક સ્નાન માટે સવારે ૪.૪૧થી ૫.૪૬ સુધીનો સમય શ્રેષ્ઠ છે. રવિવારે ગોવર્ધન પુજન અને અન્નકૂટ થશે.

(9:41 am IST)