Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

તમે અમારા ઘરની વાતો કરો છો કહી સમજાવવા જતા નસીમબેન અને સાસુ જાયદાબેનને ધમકી

બજરંગ વાડીમાં બનાવ : પાડોશી નઝમા દલવાણી, જાવીદ દલવાણી અને હાફીઝ ઉર્ફે હાફલો દલવાણી સામે ગુનો

રાજકોટ તા. ૧૪ : બજરંગ વાડીમાં રહેતી મહિલા અને તેના સાસુ બંને પાડોશીને 'તમે અમારા ઘરની વાતો કરો છો' કહી સમજાવવા જતા પાડોશીએ ગાળો આપી ઝઘડો કરી ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ બજરંગ વાડી શેરી નં. ૧૦/૧૧ના ખૂણે રહેતા નસીમબેન અલીફભાઇ પઢીયાર (ઉ.વ.૨૧) અને તેના સાસુ જાયદાબેન ગુલમહંમદભાઇ પઢીયાર બંને પોતાના ઘરે હતા. બાદ સાસુ જાયદાબેન પાડોશી નઝમા દલવાણી, જાવીદ દલવાણી અને હાફીઝ ઉર્ફે હાફલો દલવાણીને 'તમે અમારા ઘરની વાતો કરો છો' તેમ કહી સમજાવવા જતા ત્રણેય શખ્સોએ ગાળો આપી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે નસીમબેન પઢીયારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ એમ.વી.લુવાએ તપાસ હાથ ધરી છે

(2:37 pm IST)