Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

એડવોકેટની ગેરવર્તણુંક બદલ ઠપકો આપતું બાર કાઉન્સીલ

રાજકોટ,તા. ૧૫: બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એક અખબારી યાદીમાં જણાવે છે કે, બાર કાઉન્સિલ સમક્ષ આણંદના એડવોકેટ શ્રી વિજયકુમાર એલ. મકવાણા કે જેઓએ સને ૨૦૧૪થી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં સનદ મેળવેલ. તેમના વિરૂધ્ધ એડવોકેટસ એકટની કલમ ૩૫ મુજબ એક ફરીયાદ  મળેલ અને એડવોકેટ શ્રી વિજયકુમારે વકીલાતના વ્યવસાયની ગરિમાને ઝાંખપ પાડે તેવો કૃત્યો કરેલ છે. તેવા આક્ષેપોવાળી ફરીયાદ આપેલ છે. ફરીયાદની સુનાવણી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની શિસ્ત કમિટી નંબર-૧૦ના કો-ઓપ્ટેડ ચેરમેન શ્રી વિજય શેઠ તથા સભ્યો શ્રી વિજય એચ. પટેલ તથા શ્રી ભરત વી.ભગત સમક્ષ થયેલ. જેમાં એડવોકેટ દ્વારા કોઇ પણ પ્રકારના વ્યવસાયિક ગેરવર્તણુંક કરેલ હોય તેમ સાબિત થયેલ નહીં પરંતુ એડવોકેટ તરીકે પ્રતિવાદીની વર્તણુંક અયોગ્ય અને ખોટી હતી. તેમજ પ્રતિવાદી એડવોકેટ ફરીયાદીના પતિ છે. તેમજ ફેસબુક એપ્લીકેશન પર સીનીયર ધારાશાસ્ત્રી વિરૂધ્ધ અસભ્ય ભાષાનો પ્રયોગ કરીને મેસેજ વાયરલ કરવામાં આવેલ. અને સોશિયલ મીડીયાનો પણ દુરૂપયોગ પણ કરેલ હોય તે માટે એડવોકેટસ એકટ. ૧૯૬૧ની કલમ ૩૫ (૩) (બી) મુજબ ઠપકો આપવાનો જરૂરી ન્યાયિક કાર્યવાહી કરવા માટેનો હુકમ કરવામાં આવેલ છે.

(3:02 pm IST)