Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

દેશી બનાવટના તમંચા સાથે પકડાયેલ આરોપીને જામીન પર છોડવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ૧પઃ દેશી બનાવટના તમંચા સાથે વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયા ફાલ્કન પંપ પાસેથી રાજકોટ તાલુકા પોલીસ દ્વારા પકડેલ પરપ્રાંતિય શખ્સને રેગ્યુલર જામીન પર છોડવાનો રાજકોટની જયુડી. મેજીસ્ટ્રેટે હુકમ કર્યો હતો.

આ કામની વિગત એવી છે કે રાજકોટના તાલુકા પોલીસના અધિકારીઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી કે વાવડી ઇન્ડસ્ટ્રીજ એરીયા ફાલ્કન પંપ પાસે જય મહાકાળી સમોસા સેન્ટર દુકાનની બહાર એક ઇસમ લાલ કાળા કલરનો ચોકડીવાળો શર્ટ તથા માથા પર સફેદ ટોપી તેમજ કાળા કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ એક ઇસમ પોતાની પાસે ગેર કાયદેસર હથીયાર સાથે ઉભેલ હોય તેવી ચોક્કસ બાતમી મળતા તરત જ પોલીસ અધિકારીઓ બાતમી વાળા સ્થળે જઇને ભાનુકુમાર વિજયભાઇ યાદવ રહે. આજીડેમ ચોકડી આગળ, માંડા ડુંગર પાસે રાજકોટ, મુળ રહે. જેઠોર કાકરિયા ગામ, થાના-બહારા હાટ, જી-બાંકા, બિહાર રાજય, નામવાળા ઇસમને એક દેશી બનાવટના તમંચા સાથે પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

આ કામમાં તાલુકા પોલીસે આર્મ્સ એકટની કલમ-રપ(૧-બી) એ તથા જી.પી. એકટ કલમ-૧૩પ મુજબની ફરીયાદ નોંધીને આરોપી ભાનુકુમાર યાદવની ગુન્હાના કામે ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા જયુડી. મેજીસ્ટ્રેટ વકીલશ્રી તેમના એડવોકેટ કલ્પેશ એલ. સાકરીયા દ્વારા વિસ્તાર પુર્વકની દલીલો તથા વિવિધ હાઇકોર્ટ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલ કરતા કોર્ટે દલીલો માન્ય રાખીને આરોપીને રેગ્યુલર જામીન ઉપર છોડવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામના આરોપી ભાનુકુમાર વિજયભાઇ યાદવ વતી રાજકોટના વકીલ શ્રી કલ્પેશ એલ. સાકરીયા તથા રાહુલ બી. મકવાણા તથા સતીષ પી. મુંગરા તથા અશોક એચ. સાસકીયા તથા પરેશ કુકાવા તથા લલીત કે. તોલાણી તથા કશ્યપ પી. ભટ્ટ રોકાયેલ હતા.

(2:41 pm IST)