Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

નાના મવા સર્કલે કારની ટક્કરે બાઇક ચડતાં નિલકંઠનગરના અરવિંદભાઇ સાકરીયાનું મોત

પટેલ પ્રોૈઢ નામુ લખાવની નોકરી પર જતા'તા ને કાળ ભેટ્યોઃ પરિવારમાં ગમગીનીઃ મૃત્યુ પામનારના પિતા લીંબાભાઇ સાકરીયા યાર્ડમાં ડિરેકટર

રાજકોટ તા. ૧૫: નાના મવા સર્કલ પાસે કારની ઠોકરે બાઇક ચડી જતાં નિલકંઠનગરમાં રહેતાં અને નામુ લખવાનું કામ કરતાં પટેલ પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે. મૃતકના પિતા માર્કેટ યાર્ડમાં ડિરેકટર છે. બનાવને પગલે પટેલ પરિવારમાં શોક છવાઇ ગયો છે. નોકરી પર જતી વખતે આ બનાવ બન્યો હતો.

આ અંગે માલવીયાનગર પોલીસે રૈયા  રોડ પર શિવ પાર્ક-૩માં રહેતાં કરણભાઇ રસિકભાઇસાકરીયા (પટેલ) (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધ્યો છે. કરણભાઇના મોટા બાપુજી અરવિંદભાઇ લીંબાભાઇ સાકરીયા (ઉ.વ.૫૩) કે જેઓ યુનિવર્સિટી રોડ પર નિલકંઠનગર-૬માં રહે છે તેઓ ગઇકાલે સવારે પોતાનું પેશન પ્લસ બાઇક નં. જીજે૦૨ઇજે-૫૮૪૭ હંકારી એકાઉન્ટન્ટની નોકરી પર જઇ રહ્યા હતાં ત્યારે નાના મવા સર્કલ પાસે અજાણી કારના ચાલકે ઉલાળી દેતાં માથામાં ગંભીર ઇજા થતાં તેઓને સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર કારગત ન નિવડતાં મોત નિપજ્યું હતું.

મૃત્યુ પામનાર અરવિંદભાઇ સાકરીયા બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. તેમેના પત્નિનું નામ હીરાબેન છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જે બંને પરિણિત છે. અરવિંદભાઇના પિતા લીંબાભાઇ સાકરીયા માર્કેટ યાર્ડમાં ડિરેકટર છે. બનાવને પગલે પટેલ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

ફરિયાદી કરણભાઇએ કહ્યું હતું કે મોટા બાપુજીને માથામાં ગંભીર ઇજા થઇ હોઇ ટ્રાફિક વોર્ડને હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતાં. અમે પણ બાદમાં જાણ થતાં પહોંચ્યા હતાં. પરંતુ સારવાર ઝડપથી શરૂ ન થઇ શકતાં અમે તેમને ખાનગી હોસ્પિટલમાં લઇ જવા તૈયારી કરી હતી. પરંતુ ઝડપથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ થઇ શકી નહોતી. એ કારણે બ્લીડીંગ વધી ગયું હતું અને સ્ટર્લિંગમાં ઓપરેશન બાદ પણ જીવ બચી શકયો નહોતો. પોલીસે કાર ચાલકની શોધ હાથ ધરી છે.

(2:43 pm IST)
  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 11-45 વાગ્યા સુધીમાં નવા 91.016 પોઝીટીવ કેસ નોંધાયા :1280 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 50.17.930 થઇ :9,96,079 એક્ટીવ કેસ :વધુ 82,802 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.39,048 રિકવર થયા : વધુ 1280 લોકોના મોત સાથે મૃત્યુઆંક 82,088 થયો access_time 12:23 am IST

  • ડેવિડ મિલર ધોની પાસે ખાસ ગુણોને શીખવા માગે છે : ધુઆંધાર બેટ્સમેન પણ ધોનીનો દિવાનો : ખાસ કરીને રમતમાં લક્ષ્યનો પીછો કરતી વખતે દબાણનો સામનો કરીને શાંત રહેવાનો ધોનીનો ગુણ શીખવાની ઈચ્છા access_time 3:31 pm IST

  • ચીન સામેના યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપવા માટે પીછેહટ નહિ કરીએ :શિયા ધર્મગુરૂએ વડાપ્રધાનને લખ્યો પત્ર : ઇમામ-એ-જુમા અને શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવાદે કહ્યું કે લેહ અને લદ્દાખના શિયા મુસ્લિમ ભારતની સાથે અને ચીનની વિરુદ્ધ દરેક પગલા પર ઉભા રહેશે: ભારતના કોઇ પણ નિર્ણયની સાથે અમારી કોમ એકતાથી તમામ મુદ્દા પર સમર્થન આપશે. તેના માટે જીવ ગુમાવવાનો વારો આવે તો પણ અમે જરા પણ ખટકાટ અનુભવીશું નહીં access_time 8:58 am IST